પોલીસ ફરિયાદ કરીશ તો, ફોટા પર બીભત્સ લખાણ લખી 200 વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની શિક્ષિકાને આપી ધમકી

પોલીસ ફરિયાદ કરીશ તો, ફોટા પર બીભત્સ લખાણ લખી 200 વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની શિક્ષિકાને આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

જાણ્યાએ ધમકી આપતા કહ્યું હતું કે, પોલીસ ફરિયાદ કરીશ તો તારા ફોટા 200 ગ્રુુપમાં વાયરલ કરી દઇશ. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

  • Share this:
સુરતના સૌથી સારા ગણાતા પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય શિક્ષિકને લોકડાઉન દરમિયાન અજાણ્યાએ વ્હોટ્સએપમાં બીભત્સ ફોટો મોકલ્યા હતા. શિક્ષિકા મહિલાએ નંબર બ્લોક કર્યો તો અલગ-અલગ નંબર પરથી કોલ કરીને ધમકી આપતો હતો. અજાણ્યાએ ધમકી આપતા કહ્યું હતું કે, પોલીસ ફરિયાદ કરીશ તો તારા ફોટા 200 ગ્રુુપમાં વાયરલ કરી દઇશ. આ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

સુરતના સૌથી સારા ગણાતા એવા પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે કામ કરતી મહિલાને  લૉકડાઉન દરમિયાન ગત 7 જુલાઈના રોજ અજાણ્યા નંબર ઉપરથી કોઈકે વ્હોટ્સએપ ઉપર બીભત્સ ફોટો મોકલ્યા હતા. જે તેણે ડીલીટ કરી દીધા હતા. જોકે, તે જ મોબાઈલ નંબર ઉપરથી 10 દિવસ બાદ યુવતીએ વ્હોટ્સએપમાં જે પ્રોફાઈલ પીક્ચર રાખ્યું હતુ તે ફોટા નીચે બીભત્સ લખાણ લખી તેમજ નીચે યુવતીનો મોબાઈલ નંબર પણ લખી અજાણ્યાએ મોકલ્યું હતું.



આ પણ વાંચો - ભારતીય નૌકાદળની શાન રહેલા INS વિરાટની 'અંતિમ સફર', અલંગમાં તોડવામાં આવશે

ત્યાર  બાદ ફરી આ યુવકે 17મી સપ્ટેમ્બરના રોજ તેને મોબાઇલ નં 1 (819) 803-4137 પરથી મેસેજ આવ્યો હતો. જેમાં બીભત્સ ફોટા હતા. શિક્ષિકાએ આ ફોટા ડિલીટ કરી દીધા હતા. ત્યારબાદ ફરી તેણીન મેસેજ આવ્યો હતો. જેમાં શિક્ષિકાના ફોટા નીચે બીભત્સ લખાણ લખેલું હતું. જોકે આ શિક્ષિકા દ્વારા આ નંબર બ્લોક કરી નાખતા એક યુવક સતત બીજા નંબરથી ફોન કરી હેરાન કરવાનું ચાલુ કર્યુ હતુ. જોકે, શિક્ષિકાએ પોલીસ ફરિયાદની ધમકી આપતા આ યુવાને  પોલીસ ફરિયાદ કરશેતો અલગ અલગ 200 ગુપમાં  આ ફોટા ફરતા કરવાની ચીમકી આપી હતી.

આ પણ જુઓ - 



જોકે, લોકડાઉન સમયે શિક્ષિકાના સોશિયલ મીડિયામાંથી ફોટા ઉઠાવી તેના પર લખાણ લખી તેને હેરાન કરતો હોવાને લઇને શિક્ષિકા એ આ યુવાન વિરુદ્ધ આજે સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:September 22, 2020, 08:50 am