Home /News /south-gujarat /

સુરત: પોતાના પુત્ર સહિત ચાર પરિવારનાં સભ્યો કોરોનામાં ગુમાવતા મહિલાએ પણ તાણમાં આવી ટૂંકાવ્યું જીવન

સુરત: પોતાના પુત્ર સહિત ચાર પરિવારનાં સભ્યો કોરોનામાં ગુમાવતા મહિલાએ પણ તાણમાં આવી ટૂંકાવ્યું જીવન

ખટોદરા પોલીસ સ્ટેશન

ત્યારે સુરતમાં (Surat) એક એવી ઘટના સામે આવી છે જે જાણીને ભલભલાનાં રુંવાટા ઉભા થઇ જશે

સુરત: કોરોનાકાળમાં (coronavirus) વેપાર ઉધોગ બરાબર નહિ ચાલતા અનેક લોકો આપઘાત કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં (Surat) એક એવી ઘટના સામે આવી છે જે જાણીને ભલભલાનાં રુંવાટા ઉભા થઇ જશે. કોરોનામાં પરિવારના એક બે નહિ પણ ચાર જેટલા સ્વજન ગુમાવનાર (family members lost in corona) અને બીમારીથી પીડાતી મહિલાએ એપાર્ટમેન્ટનાં 9 માળેથી છલાંગ લગાવી આપઘાત (woman suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

પોતાના સ્વજન ગુમાવાના આઘાતમાં સુરતના ભટાર ખાતે આવેલા વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય ચંદ્રકાંતાબેન દિનેશભાઇ મિઠાનીએ સોમવારે સવારે 9માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી.જોકે, આ વુધ્ધ મહિલાએ કોરોનાકાળમાં એક બે નહિ પણ ચાર સ્વજન ગુમાવ્યાં છે. ચન્દ્રકાન્તાબેનના લાડકવાયા એકના એક પુત્ર અરૂણ, બહેન, તેમના ભત્રીજાની પુત્રવધુ તથા દિયરનું મોત થયુ હતુ. જેથી તેઓ સતત તણાવમાં રહેતા હતા. જેના પગલે તેમણે આ અંતીમ પગલું ભર્યું હતું.

અમદાવાદમાં કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસનાં કેસમાં પણ ઘટાડો, બે મહિનામાં 984 દર્દીઓની થઇ સારવાર

બીજી તરફ મૃતક ચંદ્રકાંતાબેનના પતિ હદયરોગના દર્દી હોવાથી હાલમાં તેમની સ્થિતિ પણ ગંભીર છે. ચંદ્રકાંતાબેનના પરિવારમાં છેલ્લાં 2 માસમાં કોરોનાને પગલે 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 12 એપ્રિલે વૃદ્ધાના 42 વર્ષના એકના એક પુત્રનું કોરાનાથી મોત થયું હતું. ત્યાર બાદ ચંદ્રકાંતાબેનના બહેન પણ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. એક મહિના પહેલાં ભત્રીજાની પત્નીનું પણ કોરોનાથી મોત થયું હતું. 15મી મેના દિવસે વૃદ્ધાના દિયર પણ કોરોનાનો ભોગ બન્યો હતો. જોકે આ પરિસ્થિતિમાં પોતે માનસિંક તણાવમાં રહેતા હતા.

ગુજરાતીઓને બફારાથી મળશે છૂટકારો, જાણો કઇ તારીખથી રાજ્યમાં થશે ચોમાસાનું આગમન

બીજી તરફ મૃતક ચંદ્રકાંતાબેનના પતિ હદયરોગના દર્દી હોવાથી હાલમાં તેમની સ્થિતિ પણ ગંભીર છે. ચંદ્રકાંતાબેનના પરિવારમાં છેલ્લાં 2 માસમાં કોરોનાને પગલે 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 12 એપ્રિલે વૃદ્ધાના 42 વર્ષના એકના એક પુત્રનું કોરાનાથી મોત થયું હતું. ત્યાર બાદ ચંદ્રકાંતાબેનના બહેન પણ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. એક મહિના પહેલાં ભત્રીજાની પત્નીનું પણ કોરોનાથી મોત થયું હતું. 15મી મેના દિવસે વૃદ્ધાના દિયર પણ કોરોનાનો ભોગ બન્યો હતો. જોકે આ પરિસ્થિતિમાં પોતે માનસિંક તણાવમાં રહેતા હતા.

જોકે, માનસિક તણાવ સાથે પોતાની બીમારીને લઈને ડિપ્રેશનમાં ગયેલા આ મહિલાએ આવેશમાં આવીને આ પગલું ભરી લેતા સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી. તેમના પતિ નિવૃત જીવન ગાળતા હતા. તેમની પુત્રીના મહારાષ્ટ્ર ખાતે લગ્ન થયા છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus Pandemic, Woman, આત્મહત્યા, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन