સુરત: બે સંતાનોની માતાને થયો યુવક સાથે પ્રેમ, પતિને ખબર પડતા પત્નીએ ટૂંકાવ્યું જીવન

સુરત: બે સંતાનોની માતાને થયો યુવક સાથે પ્રેમ, પતિને ખબર પડતા પત્નીએ ટૂંકાવ્યું જીવન
પ્રતિકાત્મક તસવીર

આવેશમાં આવેલી પત્નીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના સામે આવી છે.

  • Share this:
સુરતની (Surat) મનપા સંચાલિત હૉસ્પિટલમા સફાઈ કર્મચારી મહિલાના (married woman) લગ્ન જીવન દરમ્યાન પ્રેમ સબધની (extra marital affair) જાણકારી પતિને થઇ જતા પતિ પત્ની (Husband wife) વચ્ચે અવાર નવાર આ બાબતે ઝગડા થતા હતા. જેને લઈને આવેશમાં આવેલી પત્નીએ ગળે ફાંસો (suicide) ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના સામે આવી છે.

સુરતમાં સતત આપઘાતની ઘટના બની રહી છે. જેમાં પણ દંપતીમાં સમાન્ય બાબતે થયેલા અથવા પતિ અથવા પત્નીના અન્ય સાથે પ્રેમ સંબધમાં થયેલા ઝગડાના કારણે પણ આપઘત કરતા હોય છે. ત્યારે અહીંયા પત્નીના પ્રેમ સંબધને લઇને પરણીતા આપઘત કર્યાની ઘટના સામે આવી છે. મૂળ  વાસંદાના વતની અને હાલમાં સરથાણામાં શ્યામધામ ચોક પાસે આવેલી સોસાયટીમાં રહેતા દંપતીમાંથી પતિ મનપામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો.



ત્યારે પરણિતા મનપા સંચાલિત હૉસ્પિટલમાં કોન્ટ્રાક પર સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. જોકે, આ દંપતીના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નગાળા દરમિયાન દંપતીને  બે સંતાન થયા છે.  પરિણીતાની હૉસ્પિટલમાં કામ દરમિયાન એક યુવાન સાથે આંખ મળી ગઈ હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

સુરત: ઝાડા-ઉલટી થતા વિદ્યાર્થિનીને ભુવા પાસે લઇ ગયા, પરત ફર્યા બાદ નીપજ્યું મોત

[caption id="attachment_1075736" align="alignnone" ] સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.[/caption]

પાટીલને કેજરીવાલનો સવાલ: 'ગુજરાતમાં ભાજપના 25 વર્ષનાં શાસન પછી પણ ખેડૂતો કેમ આપઘાત કરે છે?'

જોકે, આ પ્રેમ સંબધની આજથી 3 મહિલા પહેલા આ પરિણીતાના પતિને જાણકારી મળી ગઈ હતી. જેને કારણે દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝગડા ચાલતા હતા. જોકે આ ઝગડા દિવસેને દિવસે વધવા લાગ્યા હતા. ગઇકાલે પણ આ ઝગડામાં પતિ ઘરની બહાર નીકળી ગયો હતો.

જેથી પરિણીતા પણ આવેશમાં આવી ગઇ હતી  અને ઘરમાં કોઇ ન હતું તેનો ફાયદો ઉઠાવીને મહિલાએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Published by:Jay Mishra
First published:February 27, 2021, 14:59 pm

ટૉપ ન્યૂઝ