સુરતમાં મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

સુરતમાં મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
મહિધરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે

મહિધરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે

  • Share this:
સુરતમાં (Surat) મહિલા પી.એસ.આઈએ (PSI) પોતાની સર્વિસ રિવોલ્વરથી આપધાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગયો છે. મહિલા પી.એસ.આઈ એ.બી. જોશીએ (Woman PSI A.B. Joshi) પોતાના સરકારી આવાસમાં જ આપઘાત કર્યો છે. તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.

મહિધરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મહિલા પી.એસ.આઈનાં આપઘાતનાં પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.તેમને એક સંતાન છે

ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ અનિતા જોશી ઈન્વેસ્ટીગેશન ચાર્માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ ફાલસાવાડી ખાતે આવેલા સરકારી ક્વાટર્સમાં રહેતા હતાં.પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. આ આપઘાતમાં હજી કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ઘટનાના પગલે મહિધરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.  પીએસઆઈ જોશીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય ઘુટાયું છે.પતિ સચિન પોલીસમાં ફરજ બજાવે છે

મૃતક પીએસઆઈ જોશી મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી હતા અને સુરતમાં તેમનું પોસ્ટીંગ હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે. જોકે, મહિલા પરિણીત હોવાના અહેવાલ છે. મહિલા પીએસઆઈના પતિ સચિન પોલીસ મથકમાં ફરજ બજાવે છે.

'જીવવુ અધરુ છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી'

પીએસઆઈનાં ઘરેથી એક નાની સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, જીવવું અઘરૂં છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી. મળતી માહિતી પ્રમાણે, પતિ સાથે ફોનમાં ઝઘડો થયા બાદ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.સૂત્રોનું માનીએ તો ઘટના સ્થળેથી મહિલાની એક ડાયરી મળી આવી છે જેમાં એકાદ બે લાઇન લખી હોવાની ચર્ચા છે પરંતુ આ વાતને હજુ સુધી સત્તાવાર સમર્થન મળ્યું નથી.
Published by:Kaushal Pancholi
First published:December 05, 2020, 14:45 pm

ટૉપ ન્યૂઝ