સુરત : પ્રેમીએ જમીન દલાલ મહિલાનું અપહરણ કરી માર માર્યો, થઇ ધરપકડ


Updated: September 17, 2020, 9:33 AM IST
સુરત : પ્રેમીએ જમીન દલાલ મહિલાનું અપહરણ કરી માર માર્યો, થઇ ધરપકડ
ફાઈલ તસવીર

જમીન-મકાનની દલાલીનું કામ કરતી મહિલાને છેલ્લા અઢી વર્ષથી મોહમંદ ઇલ્યાસ મોહમંદ શફી ફણીવાલા સાથે આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો

  • Share this:
સુરતના અડાજણમાં રહેતી મહિલા જમીન દલાલીનું કામ કરતી હતી. જોકે આ મહિલાના પ્રેમી દ્વારા અન્ય યુવક સાથે કામ કરતી હોવાને લઈને આ યુવક સાથે પ્રેમ સંબંધ રાખતી હોવનનો વહેમને લઇને મહિલાનું અપહરણ કરી માર મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ પોતાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે પ્રેમી યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના અડાજણ એલ.પી. સવાણી વિસ્તારમાં રહેતી અને જમીન-મકાનની દલાલીનું કામ કરતી મહિલાને છેલ્લા અઢી વર્ષથી મોહમંદ ઇલ્યાસ મોહમંદ શફી ફણીવાલા સાથે આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે મહિલા જમીન અને મકાન લેવેચનું કામ કરતી હોવાને લઈને પોતાના પ્રેમીના મિત્ર અઝીઝ મહિડા અને ઉસ્માન આરીફ શેખ સાથે ધધાંકીય વહેવાર રાખતી હતી.

આ પણ વાંચો - PM મોદીનાં જન્મદિને સુરતામાં 12ના ટકોરે કપાઇ 71 ફૂટ લાંબી કેક, અનાથ બાળકોને ખવડાવાશે

એક દિવસ આ બંનેવ મિત્ર સાથે મહિલા ધંધાકીય બાબતે બહાર ગઈ હતી ત્યારે મહિલાના પ્રેમીને આ બંનેવ લોકો સાથે મળવાનું અને વેપાર કરવાની ના પડી હતી. છતાંય આ મહિલા આ બંનેવ સાથે વેપાર કરતી હોવાને લઈને પ્રેમી યુવાનને ગુસ્સો આવ્યો હતો અને પોતાની પ્રેમિકાનું આ યુવાનો સાથે અફેર હોવાને લઈને આ મહિલાનું એક દિવસ પ્રેમી યુવાને અપહરણ કરી એક જગ્યા પર લઇ જઇને  માર માર્યો હતો અને  જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ પણ જુઓ - 
આ ઉપરાંત ઉસ્માનને હમણાં જ કોલ કરી હવે પછી કોલ કરે નહીં એમ કહેવા દબાણ કર્યુ હતું. જોકે પ્રેમીથી કંટાળેલી આ મહિલા એ આ મામલે અડાજણ પોલીસ મથકમાં પોતાના પ્રેમી વિરુદ્ધ  અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે આ પ્રેમીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 17, 2020, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading