Home /News /south-gujarat /

સુરત: પરિણીતા પર સાસરિયાનો ત્રાસ, પતિ અશ્લીલ ક્લીપ બતાવીને બાંધતો શારીરિક સંબંધ, તેનો પણ ઉતારતો વીડિયો

સુરત: પરિણીતા પર સાસરિયાનો ત્રાસ, પતિ અશ્લીલ ક્લીપ બતાવીને બાંધતો શારીરિક સંબંધ, તેનો પણ ઉતારતો વીડિયો

કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સાસરિયા દહેજ માટે તેને માનસિક ત્રાસ આપતા હતા. આ સાથે પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધ હતા

સુરતના કતારગામ રહેતી પરિણીતાએ પોતાના સાસરિયા પક્ષ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સાસરિયા દહેજ માટે તેને માનસિક ત્રાસ આપતા હતા. આ સાથે પતિના અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધ હતા. પતિ પત્નીને અશ્લીલ ફ્લિમ બતાવી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને તેનું વીડિયો શૂટિંગ પણ કરતો હતો. પરિણીતા  પર સસરા પણ ખરાબ નજર રાખતા હતા.  સાસરિયા પિરણીતાને ત્રાસ આપતા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

સુરતના કતારગામમાં લલિતા ચોકડી નજીકની સોસાયટીમાં રહેતી મહિલાના થોડા સમય પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ  મહિલાને તેનો પતિ અને સાસરિયાઓએ દહેજ માટે ત્રાસ આપતા હોવાની તેમજ પતિ ફોનમાં અશ્લીલ ફિલ્મ બતાવીને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો. નાની-નાની વાતે તેમજ કામ બાબતે અને દહેજ માટે ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, તેણીને નાની-નાની વાતે માર મારતા હતા.

હિંમતનગર- શામળાજી હાઇવે પર સ્કોર્પિઓ પિલ્લર સાથે ધડાકાભેર અથડાઇ, ત્રણના મોત

'ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી' INS Viraatને ભાવનગરનાં અલંગ શીપ પર તોડવાનું થયું શરૂ

પરિણીતાની ફરિયાદ પ્રમાણે, સાસુ તેના પતિને ચઢામણી કરતા હતા તે સાથે પતિનો અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી પ્રેમી સ્ત્રી ઘરે પણ આવતી હતી. આ સાથે પતિ પોતાના ફોનમાં અશ્લીલ ફિલ્મ બતાવીને તે મુજબ પત્નીને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. તેમજ તેનું પણ મોબાઇલમાં શુટિંગ કરવાનું કહેતા પરણિતા આ બાબતે વિરોધ કરતી હતી. ત્યારે પતિ તેને માર મારતો હતો. તેનો સસરો પણ તેને ખરાબ નજરે જોતો હતો.પરિણીતાએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું છે કે, પતિ પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પરણીતાને પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી અને હદ ત્યારે થઇ ગઈ કે,  દસેક દિવસ પહેલા જ પરિણીતાને  સાસુએ ઘરના દરવાજા સાથે તેનું માથું અફાળીને ઇજા પહોંચાડીને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્રસ્ત પરિણીતાએ એ પતિ , સસરા, સાસુ , દિયર, કાકા સસરા, કાકા સસરાના દીકરાઓ વિરુદ્ધ કતારગામ પોલીસમાં દહેજ અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: In laws, Violence, Woman, ગુજરાત, પતિ-પત્ની, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन