સુરત: વિધવા ભાભીને દિયરે બે વાર બનાવી ગર્ભવતી, તરછોડીને અન્ય સાથે લગ્ન કરવા જતા ઝડપાયો

સુરત: વિધવા ભાભીને દિયરે બે વાર બનાવી ગર્ભવતી, તરછોડીને અન્ય સાથે લગ્ન કરવા જતા ઝડપાયો
પ્રતીકાત્મક તસવીર

સાસુએ દિયર તેની સાથે લગ્ન કરશે તેવું કહીને મામલો થાળે પડ્યો હતો.

  • Share this:
સુરતના (Surat) લીંબાયત ખાતે રહેતી અને 6 સંતાનોની માતા એવી વિધવા (widow woman) ભાભીને  તેનાજ દિયરે (brother in law) લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરી તરછોડી દીધી હતી. જોકે, બે વખત ભાભી ગર્ભવતી થઇ જતા તેનું ગર્ભપાત કરાવી અન્ય યુવતી સાથે લગ્નની તૈયારી કરી રહેલા દિયર સામે ભાભીએ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે દિયર યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસેની એક સોસાયટીમાં રહેતા પરિવારની મહિલાના પતિનું  2015માં મોત થઇ હતું. જોકે, પોતાના 6 સંતાનો સાથે રહેતી આ વિધવા મહિલાનું તેના દિયરે 2018માં રસોડામાં કામ કરતી હતી ત્યારે તેને પાછળથી પકડી લઈને તેની સાથે સહરીરીક અડપલાં કાર્યા હતા. ત્યારે વિધવા ભાભીએ તેનો વિરોધ કરી પરિવારને આ મામલે જાણકારી આપી હતી. ત્યારે સાસુએ દિયર તેની સાથે લગ્ન કરશે તેવું કહીને મામલો થાળે પડ્યો હતો. જોકે થોડા દિવસ બાદ આ વિધવા ભાભી પોતાના મકાનના ધાબા પર સુતી હતી ત્યારે દિયર આવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવ્યો હતો.સુરત: યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી, ફરવાનું કહીને લઇ ગયો ઘરે અને કર્યું ન કરવાનું કામ

ત્યારબાદ દિયર અવારનવાર ભાભી સાથે સંબંધ બનવાનું ચાલુ રાખ્યું હતું. જોકે આ સંબધને લઇને ભાભી બે વખત ગર્ભવતી બની હતી ત્યારે દિયરે નજીકની ક્લિનિકમાં લઈએ જેઇને ભાભીનો ગર્ભપાત કરાવ્યો હતો. જોકે ત્યાર બાદ આ દિયરે ભાભીને તરછોડી અન્ય યુવતી સાથે લગનની તૈયારીઓ કરી હતી.

વલસાડમાં કોરોના કહેર? રાતોરાત નદી કિનારે સ્મશાન બનાવી દેતા લોકોમાં ભભૂક્યો રોષવિધવા ભાભી સાથે સંબંધ બનાવી લગ્નની લાલચ આપીને તરછોડી દેતા આખરે ભાભીએ દિયર વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપી દિયરની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:April 13, 2021, 12:07 pm

ટૉપ ન્યૂઝ