વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ફીમાં કરાયો ઘટાડો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ફીમાં કરાયો ઘટાડો
યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં કરવામાં આવેલા આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં કરવામાં આવેલા આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

  • Share this:
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ફી ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 35થી 40 ટકા જેટલી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠકમાં કરવામાં આવેલા આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિવિધ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને કોરોના કપરા સમયમાં ફી ભરવાના ફાંફા પડી રહ્યા હોવાથી ફી માફી આપવાની માંગણીઓ ઉઠી હતી. જેમાં અંતે યુનિવર્સિટીની મળેલી સિન્ડીકેટની બેઠકમાં વિદ્યાર્થી સંગઠનોની માંગણીનો સ્વીકાર કરી ફી માળખાના વર્ગિકરણ મુજબ અલગ-અલગ ફી ઘટાડો કરવાનું નક્કી કર્યું હતું. ફાઈનાન્સ કોલેજોની ફીમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જ્યારે હાયર પેમેન્ટ બે ટકા હોય એવા અભ્યાસક્રમોમાં પાર્ટ 1માં 25% અને પાર્ટ 2માં 25 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાતમાં કોરોના વેક્સિનની પૂર્વ તૈયારી : 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે

ગુજરાતીઓએ ઠંડી માટે જોવી પડશે રાહ, ગુરૂ અને શુક્રવારે માવઠાની શક્યતા

જ્યારે યુનિવર્સિટીની વિદ્યાર્થી દીઠ ફીમાં 50 ટકાનો ઘટાડો, કોલેજોની ફીમાં સ્ટુડન્ટ વેલ્ફર ફી 300 રૂપિયાથી ઘટાડીને 150 રૂપિયા, સ્ટુડન્ટ યુનિયન ફી 100 રૂપિયાથી ઘટાડી શૂન્ય કરી કેમ્પસ ડેવલપમેન્ટ ફી 100 રૂપિયાથી ઘટાડી 50 રૂપિયા અને ઇન્ટર્નલ એકઝામથી 150 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ અત્યંત મહત્વનું જોવા જઈએ તો,  દરેક સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ફીનો મહત્વનો આધાર કહી શકાય એવી ટયુશન ફીમાં 20 ટકા રાહત આપવાનું નક્કી કરાયું છે. જયારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોના હાયર પેમેન્ટની બેઠકો ઉપર આપવામાં આવેલા પ્રવેશોમાં 5 ટકા રાહત આપવાની નિતી નકકી કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓની સરેરાશ 30થી 35 ટકા સુધીની ફી રાહત મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે, એડમીશન ફી ,આઇ.કાર્ડ  સ્ટુડન્ટ ટીચર્સ વેલ્ફરે એકટીવીટી, બુક એન્ડ ઇકવીપમેન્ટ, એમીનીટીઝ ફી, એનરોલમેન્ટ ફી, કોલેજ ડિપોઝીટ, લાઈબ્રેરી ડિપોઝીટ, યુનિ. ડેવલપમેન્ટ ફી તેમજ યુનિવર્સિટી સ્પોર્ટસ ડેવલપમેન્ટ ફીમાં કોઈપન્ન પ્રકારની રાહત આપવામાં આવી નથી. પરંતુ મોટાભાગની ફીમાં રાહત આપવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થાય તેમ છે.
Published by:Kaushal Pancholi
First published:December 09, 2020, 13:29 pm

ટૉપ ન્યૂઝ