માતાપિતા ચેતજો: સુરતમાં ધાબા પર રમતાં રમતાં ગળે ફાંસો લાગી જતા કિશોરનું મોત

માતાપિતા ચેતજો: સુરતમાં ધાબા પર રમતાં રમતાં ગળે ફાંસો લાગી જતા કિશોરનું મોત
ગુરુવારે બપોરે યશ જમીને માતાને ધાબા પર રમવા જવાનું કહીને ગયો હતો.

ગુરુવારે બપોરે યશ જમીને માતાને ધાબા પર રમવા જવાનું કહીને ગયો હતો.

  • Share this:
સુરતમાં (Surat) માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંડેસરા વિસ્તારમાં રમત-રમતમાં કિશોરને (teenager) ગળે ફાંસો (hang while playing) લાગતા કરૂણ મોત નિપજયું હતું. મૃતક કિશોર ઘરમાં પડેલા નકામા સામાન લઈને અવનવી કરામત તેમજ જીમ્નાસ્ટીક જેવી કસરતો કરતો હતો. જોકે ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ઘરના ધાબા પર રમી રહ્યો હતો



સુરતમાં માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે .જેમાં પોતાના ઘરના ધાબા પર દોરડું પકડીને રમી રહેલા પાંડેસરા વિસ્તારના પ્રો-એક્ટિવ કિશોરને ફાંસો લાગી જતા મોતને ભેટ્યો હતો. મૃતક કિશોર ઘરમાં પડેલા નકામા સામાનને લઈ નવી-નવી કરામત તેમજ જિમ્નાસ્ટિક જેવી કસરતો પણ કરતો રહેતો હતો. જેને લઈ પિતા તેની માટે જીમનો સામાન પણ લાવવાના હતા.

ધોરણ 6માં અભ્યાસ કરતો હતો

પાંડેસરા ખાતેની આવિર્ભાવ સોસાયટીમાં રહેતો યશ વિનોદ પાટીલ ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-6માં ભણતો હતો. ગુરુવારે બપોરે યશ જમીને માતાને ધાબા પર રમવા જવાનું કહીને ગયો હતો. દરમિયાન, 15 મિનિટ પછી ઘરે આવેલા વિનોદ પાટીલે પત્નીને ફોન કરી યશ પાસે બેંકના કાગળો મોકલવા કહ્યું હતું. જેથી તેઓ યશને ધાબા પર બોલાવવા જતા તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતા માતાએ રડારોળ કરી હતી. જેની જાણ થતાં વિનોદ પાટીલ સહિતના પરિવારના સભ્યોએ યશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બનાસકાંઠા: ભેજાબાજ ટોળકીએ 1600 વર્ષ જૂની એન્ટિક ચેરમાં સોનીને કરાવ્યું રોકાણ, દોઢ કરોડની છેતરપિંડી

પરિવારમાં શોકનો માહોલ

જોકે, તબીબી સારવાર મળે તે પહેલા યશનો પ્રાણ પંખેરુ ઊડી ગયો હતો. પરિજનોએ પોલીસને કહ્યું હતું કે, યશ નિયમિત ઘરમાં નવી-નવી પ્રવૃત્તિ કરતો રહેતો હતો. ઘરમાં પડેલા નકામા સામાનને લઈ અલગ-અલગ કરામતો કરતો રહેતો હતો. ઘરમાં તેમજ ઘરની બહાર જીમ્નાસ્ટિક જેવી કસરતો કરતો હતો. જેને લીધે પિતા યશ માટે કસરતનો સામાન લાવવાના હતા. તેને પરિવારના સભ્યો થોડા સમય માટે પણ એકલો છોડતા નહોતો. માતા કે તેની મોટી બહેન એકતા રમતી વખતે પણ તેની સાથે રહેતી હતી.

સુરત: ટિકિટ ન મળતા કૉંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓએ જ કરી તોડફોડ, રાજકારણ ગરમાયું



દરમિયાન, ગુરુવારે બપોરે પણ યશ ધાબા પર એકલો રમવા ગયો હતો, ત્યારે હિંચકા માટે બનાવેલા હૂકમાં દોરી નાંખી કોઈ કરતબ કરવા જતાં ફાંસો લાગી ગયો હોવાની સંભાવના પરિવારે વ્યક્ત કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:February 06, 2021, 13:50 pm

ટૉપ ન્યૂઝ