Home /News /south-gujarat /

સુરત : પુત્રનું અકાળે અવસાન થતાં માતા આઘાત સહન ન કરી શકી, ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

સુરત : પુત્રનું અકાળે અવસાન થતાં માતા આઘાત સહન ન કરી શકી, ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પ્રતિકાત્મક તસવીર

પુત્રનો વિરહ સહી ન શકનાર માતાએ પણ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યું છે.

    સુરતમાં (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ડિંડોલી વિસ્તારમાં રહેતા 45 વર્ષનાં સંગીતાબેન દત્રાત્રેય પાટીલે પોતાના પુત્રનાં વિરહમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું (Suicide) છે. તેમનો એકનો એક પુત્રનું 28 ઓગસ્ટે હૃદયરોગનાં હુમલા બાદ મોત નીપજ્યું હતું. જેનો વિરહ સહી ન શકનાર માતાએ પણ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યું છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી બસ સ્ટેન્ડ પાસે સાંઈ નગર ખાતે રહેતા દત્તાત્રય પાટીલ ટેક્સટાઇલ માર્કેટમાં મજુરી કરે છે. ગઈ તારીખ 28 ઓગસ્ટના રોજ દત્તાત્રેયભાઈ અને સંગીતાબેનના પુત્ર દિપકને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે પુત્રનુ અવસાન થયું હતું. પુત્રનું અકાળે અવસાન થતા દત્તાત્રેયભાઈની પત્ની સંગીતાબેન આઘાત સહન ન કરી શકતા માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. પરિવારનાં જણાવ્યાં પ્રમાણે, આ કારણે જ રવિવારે સંગીતાબેને ઘરમાં છતનાં હુક સાથે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

    આ અંગે ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્રના અવસાન બાદ વિયોગમાં આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

    આ પણ જુઓ - 

    આ પહેલા પણ સુરતમાં જ આવી જ એક દુખદ ઘટના બની હતી. સુરતના અલથાણ વિસ્તારમા રહેતા ભરતભાઇ પટેલ જવેલરી શોપમાં કામ કરતા હતા. તેમનો 22 વર્ષીય પુત્ર પ્રેમને બ્લડ કેન્સર હતું. જેનુ મોત નિપજ્યું હતું. પુત્રના એકાએક મોત બાદ ભરતભાઇ તથા તેમના પત્ની પલ્લવીબેન ડિપ્રેશનમાં રહેતા હતા. એકનો એક પુત્રનુ મોત થતા તેઓ તણાવમાં આવી ગયા હતા. ત્યારે જીવવાની ઈચ્છા ગુમાવી ચૂકેલા દંપતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

    આ પણ વાંચો - કોરોના ગયો? બનાસકાંઠામાં યોજાયો ઠાકોર સમાજનો કાર્યક્રમ, સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યા ધજાગરા
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Family, Surat police, આત્મહત્યા, ગુજરાત, સુરત

    આગામી સમાચાર