સુરત : રફ હીરા સાથે સંકળાયેલી પેઢી 45 કરોડમાં કાચી પડી, અનેક વેપારીઓને રોવાનો વારો આવ્યો


Updated: August 27, 2020, 8:44 AM IST
સુરત : રફ હીરા સાથે સંકળાયેલી પેઢી 45 કરોડમાં કાચી પડી, અનેક વેપારીઓને રોવાનો વારો આવ્યો
પ્રતિકાત્મક તસવીર

45 કરોડમાં સુરતના કતારગામ વિસ્તારની એક પેઠી કાચી પડતા સુરતના હીરા બજારમાં કેટલાક વેપારીના રૂપિયા સલવાત હાહાકાર મચી જવા પામ્યો હતો. 

  • Share this:
સુરતમાં (Surat) કોરોના મહામારી (Coronavirus) વચ્ચે અનેક હીરા પેઠી (Diamond Industry) કાચી પડી અથવા હીરા વેપારી દ્વારા નાદારી નોંધાવી  ઉઠમણું કરતા અનેક વેપારીના રૂપિયા ફસાતા વેપારી સાથે હીરા બજારમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. ત્યારે ગતરોજ 45 કરોડમાં સુરતના કતારગામ વિસ્તારની એક પેઠી કાચી પડતા સુરતના હીરા બજારમાં કેટલાક વેપારીના રૂપિયા સલવાત હાહાકાર મચી જવા પામ્યો હતો.

સુરતના કતારગામમાં યુનિટ ધરાવતી એક ડાયમંડ પેઢી કાચી પડી છે.  સુરતના કતારગામમાં પેઢી ધરાવનાર અને રફ હીરાની ખરીદ-વેચાણના વેપાર સાથે મોટા પ્રમાણમાં સંકળાયેલી પેઢીના સંચાલકોનું આગળથી પેમેન્ટ નહીં આવતાં ઉઠમણાંની વાત વાયુ વેગે પ્રસરી છે. જેમાં 70 ટકા જેટલું પેમેન્ટ દુબઈ અને બેલ્જિયમના ગુજરાતી વેપારીઓનું હોવાનું પણ સામે આવ્યું છે.

અંદાજે રૂ.45 કરોડમા કાચી પડેલી આ પેઢી દ્વારા લોકલ વેપારીઓને માલ તેમજ પેમેન્ટના સ્વરૂપે અન્ય વસ્તુઓની ચૂકવણી થઈ ચૂકી છે. કોરોનાના કારણે બહારગામથી આાવતું વેપારીઓનું પેમેન્ટ ડિલે થઈ રહ્યું છે . 90 દિવસની પેમેન્ટ સાયકલ 120થી 180 દિવસ સુધી પહોંચી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ, ઇસ્કોન ખાણીપીણી બજારમાં દરોડા, 8ની ધરપકડ

જેના કારણે મોટી કંપનીઓને આર્થિક ખેંચ પડી રહી છે. જોકે, કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગ બરાબર નથી ચાલતો અને આજ રીતે અનેક વેપારી ઉઠમણું કરી ચૂકયા છે ત્યારે આર્થિક નુકસાનને લઈને સુરતના હીરા બજારમાં વેપારીઓમાં ચિંતા છે. કારણકે કોરોના મહામારી છે  અને અનેક વેપારી ઉઠમણું કર્યુ છે. ત્યારે વધુ એક વેપારી ના ઉઠમણાને લઇને આ ઉધોગ માં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ જુઓ - 

આવી પરિસ્થિતિમાં વેપારી પોતાનો વેપાર કઇ રીતે કરે તે મોટો પ્કારશ્રન છે. કારણકે, સતત ઉઠમણાના સમાચારો વચ્ચે વેપારીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. જોકે, કોરોનાકાળ દરમિયાન અંદાજિત 200 કરોડ રૂપિયા કરતા વધુના ઉઠમણાં અને 100 કરોડ કરતા વધુની છેતરપિંડી સામે આવતા સુરત ડાયમંડ ઉધોગમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - Sushant Case Update: સુશાંતના મૃતદેહને લેવા કેમ બે એમ્બ્યૂલન્સ પહોંચી હતી? સામે આવ્યું સત્ય
Published by: Kaushal Pancholi
First published: August 27, 2020, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading