PM મોદી સમજાવે છે નવી શિક્ષણ નીતિ, સુરતના શિક્ષકે બનાવી બે મિનિટની એનીમેશન ફિલ્મ, જુઓ ઝલક


Updated: October 1, 2020, 2:10 PM IST
PM મોદી સમજાવે છે નવી શિક્ષણ નીતિ, સુરતના શિક્ષકે બનાવી બે મિનિટની એનીમેશન ફિલ્મ, જુઓ ઝલક
ક્લિપમાંથી લીધેલી તસવીર

સુરતના એક સરકારી સ્કુલના શિક્ષકે નવી શિક્ષણ નીતિ સમજાવતી એનિમેશન ફિલ્મ બનાવી છે.

  • Share this:
ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નિતિ (New Education System) જાહેર કરવામાં આવી છે. જે શિક્ષણ નિતી આગામી સમયમાં લાગુ થવા જનાર છે. ત્યારે સુરતના (Surat) એક સરકારી સ્કુલના શિક્ષકે એવી એનિમેશન ફિલ્મ બનાવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને (PM Narendra Modi) શિક્ષકના રૂપમાં લેવામાં આવ્યા છે. જે કલાસ રૂમમાં વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નિતિ વિશે સમજાવી રહ્યા છે.  હાલ સોશિયલ મીડિયામાં આ ક્લિપ ખૂબ ધૂમ મચાવી રહી છે.

શિક્ષકનો નવતર પ્રયોગ 

નવી શિક્ષણનીતિ -૨૦૨૦ની જાહેરાત કરવામાં આવી છે . શિક્ષણનીતિમાં પાયાના શિક્ષણથી માંડીને ઉચ્ચ અભ્યાસક્રમો સુધીના વિવિધ પાસાઓને આવરી લઇને નવીનતમ જોગવાઇ થઇ છે . જે અંતર્ગત વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, સામાન્ય નાગરિકો નવી શિક્ષણનીતિની સામાન્ય જાણકારી મેળવી શકે તે હેતુથી સુરતના એક શિક્ષકે નવતર પ્રયાસ કર્યો છે.

સુરતની શાળાના શિક્ષકે નવી શિક્ષણનીતીની સમજણ માટે બે મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી છે. જેમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને નવી શિક્ષણનીતિની સમજણ આપતા હોવાની ઝલક દેખાઇ રહી છે .

શિક્ષક નરેશકુમાર મહેતા


 શિક્ષક નરેશકુમાર મહેતાએ કાર્ટુન એનિમેશન  ફિલ્મ બનાવીસુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક -114ના મુખ્ય શિક્ષક નરેશકુમાર મહેતાએ કાર્ટુન એનિમેશન દ્વારા સામાન્ય સમજ આપતી બે મિનિટની ફિલ્મ બનાવી છે.  આ ફિલ્મમાં વર્ગખંડમાં શિક્ષક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને શિક્ષણનીતિની સમજ આપતા કે આવ્યા છે.



'બે મિનિટના વીડિયોમાં પાયાની માહિતી'

આ અંગે, નરેશકુમાર મહેતાએ જણાવ્યું હતું કે , વર્ષ ૨૦૨૧ ૨૨થી નવી શિક્ષણનીતિ અમલમાં આવશે ત્યારે વાલી અને સમાજના સામાન્ય લોકો પણ નવી શિક્ષણનીતિ સરળતાથી સમજી શકે એ રીતે આ ફિલ્મ બનાવવામાં આવી છે . ૬ વર્ષની ઉંમરે ધો .૧ માં પ્રવેશ , ધો .૧૦ બોર્ડની બાદબાકી જેવા અનેક પ્રશ્નો , , મૂંઝવણોને કેન્દ્રમાં રાખીને એનિમેશન ફિલ્મ બનાવવામાં આવી છે . બે મિનિટની એનિમેશન ફિલ્મમાં પાયાની માહિતી રજૂ કરવામાં આવી છે .
Published by: Kaushal Pancholi
First published: October 1, 2020, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading