બિલ ન ભરતા સુરતની ખાનગી હૉસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દીધો: પિતાનો આક્ષેપ

બિલ ન ભરતા સુરતની ખાનગી હૉસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દીધો: પિતાનો આક્ષેપ
પરિવારે કહ્યું કે, 'અમારામાં માનવતા છે અમને ન્યાય મળે કે ન મળે અમે અમારા દીકરાના મૃતદેહને લઇ જઈ તેની અંતિમવિધિ કરશું'

પરિવારે કહ્યું કે, 'અમારામાં માનવતા છે અમને ન્યાય મળે કે ન મળે અમે અમારા દીકરાના મૃતદેહને લઇ જઈ તેની અંતિમવિધિ કરશું'

  • Share this:
સુરતમાં ખાનગી હૉસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે આ મામલે પરિવારોએ હોબાળો મચાવવાની સાથે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તે હૉસ્પિટલનું બિલ નહીં ભરતા હૉસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડી ને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં માનવતા જાણે મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તેના પુત્રને તાવ આવતો હોવાથી ડૉક્ટરની દવા લીધી હતી.મહીસાગર: કોરોનાના દર્દીઓને શહેરોમાં મોકલાય છે અને સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટરો ધૂળ ખાઇ રહ્યાં છે

જોકે સારું નહીં થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરે અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું. જોકે ડૉક્ટરે એક્સરે પડાવાનું કહેતા એક્સ-રે પડાવી વધુ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને દવા લઈ માટે બે દિવસમાં ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ 10-10 હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું.જોકે, આટલું કરવા છતાં પણ તેઓના દીકરો મૃત્યુ પામ્યો અને હૉસ્પિટલ બહાર રોડ ઉપર મૂકીને હૉસ્પિટલ સંચાલકોએ તાળા મારી દીધા હતા. જેને લઇને તેઓ રોષે ભરાતા હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે આવી ને સમગ્ર મામલો થાળે પાડયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

રાજકોટ: 'કોરોનામાં અન્યનાં માતા-પિતાની સારવાર કરીને હું મારા માતા પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું'જોકે, પરિવારજનોનું કહેવું છે કે, ભલે હૉસ્પિટલના સંચાલકો અને માનવતા મરી પરવારી હોય પરંતુ અમારામાં માનવતા છે અમને ન્યાય મળે કે ન મળે અમે અમારા દીકરાના મૃતદેહને લઇ જઈ તેની અંતિમવિધિ કરશું.
Published by:Kaushal Pancholi
First published:May 01, 2021, 14:50 pm

ટૉપ ન્યૂઝ