Home /News /south-gujarat /

Video: સુરતમાં બુટલેગરે રાત્રી કરફ્યૂમાં મિત્રોને ભેગા કરી ઉજવ્યો જન્મદિવસ, પોલીસનાં જાહેરનામાનાં ઉડાવ્યા ધજાગરા

Video: સુરતમાં બુટલેગરે રાત્રી કરફ્યૂમાં મિત્રોને ભેગા કરી ઉજવ્યો જન્મદિવસ, પોલીસનાં જાહેરનામાનાં ઉડાવ્યા ધજાગરા

જોકે આ જન્મદિવસમાં મિત્રો સાથે સુરત પોલીસની મહત્વની બ્રાન્ચના વહીવટદારનો રિક્ષાવાળો પણ હાજર હતો.

જોકે આ જન્મદિવસમાં મિત્રો સાથે સુરત પોલીસની મહત્વની બ્રાન્ચના વહીવટદારનો રિક્ષાવાળો પણ હાજર હતો.

સુરત:  શહેરમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે પોલીસનું જાહેરનામું હોય કે પછી કોરોનાની ગાઈડલાઈન આ તમામના ધજાગરા પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે તેની સાથે સાંઠગાંઠ ધરાવતા તેમના મળતિયાઓ અને બુટલેગરો સતત ઉડાડતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવા પર પ્રતિબંધ હોવા છતા ગયા અઠવાડિયે પોલીસ કર્મચારી અને બુટલેગરે જન્મદિવસની ઉજવણી કરી નિયમોની એસી કી તેસી કરી હતી. આ ઘટનાને અઠવાડિયું થયું નથી ત્યાં તો વધુ એક બુટલેગરે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી કોરાનાની ગાઇડલાઇન તોડી છે. આ સાથે રાત્રી કર્ફ્યૂ દરમિયાન જન્મ દિવસની ઉજવણી કરી પોલીસના જાહેરનામાના પણ ધજાગરા ઉડાડ્યા છે.

આ બુટલેગર સુરતનાં રાંદેર વિસ્તારમાં રહે છે. સઈદ ચીકનાએ ગતરોજ પોતાના મિત્રો સાથે રાત્રી કર્ફ્યૂ દરમિયાન શહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી.



જોકે આ જન્મદિવસમાં મિત્રો સાથે સુરત પોલીસની મહત્વની બ્રાન્ચના વહીવટદારનો રિક્ષાવાળો, ડીજે બુટલેગરો પાસેથી વહીવટદારના હપ્તા પેટે રૂપિયા ઉઠાવતો હોય છે તેની હાજરીમાં અને તેની સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.



અહીં કોરોનાની ગાઇડલાઇન પાળવામાં આવી ન હતી. આ સાથે બુટલેગરે તેના મિત્રો રાત્રિ કરફ્યૂ અંગેના પોલીસના જાહેરનામાના ધજાગરા ઉડાડ્યા હતા.



જોકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે આ બુટલેગર અને તેના મિત્રો  વિરુદ્ધ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.



સલાબતપુરા વિસ્તારમાં પણ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કુખ્યાત ચિયા મલિકે રાત્રે લોકોનાં ટોળાં એકઠા કરીને માસ્ક વગર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી ચિચિયારી લગાવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Night Curfew, Viral, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन