355 કરોડ રૂપિયાના ખર્ચે સુરત એરપોર્ટનું આધુનિકરણ થશે, જાણો કેવી કેવી મળશે સુવિધાઓ


Updated: October 1, 2020, 2:39 PM IST
355 કરોડ રૂપિયાના ખર્ચે સુરત એરપોર્ટનું આધુનિકરણ થશે, જાણો કેવી કેવી મળશે સુવિધાઓ
સુરત એરપોર્ટ નવા મોડલની તસવીર

આ દર‌‌મિયાન એન્વાયરોમેન્ટની મંજૂરી મળી જતા સુરત એરપોર્ટ પર ફરી ‌વિકાસના કાર્યોની શરૂઆત થઇ છે. 

  • Share this:
એરપોર્ટ ઓથો‌રિટી ઓફ ઇન્ડીયા દ્વારા એરપોર્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. રૂ.૩૫૫ કરોડના ખર્ચે સુરત એરપોર્ટનો ‌વિકાસ અને ‌વિસ્તરણ કરીને મુસાફરોને વધુ સુ‌વિધા મળી રહે તે કામને મંજૂરી મળી ગયા બાદ ‌વિતેલા 6 મ‌હિનાથી એન્વાયરોમેન્ટ ‌‌ક્લિયરસને કારણે કામ અટવાયું હતું. આ દર‌‌મિયાન એન્વાયરોમેન્ટની મંજૂરી મળી જતા સુરત એરપોર્ટ પર ફરી ‌વિકાસના કાર્યોની શરૂઆત થઇ છે.

પ્રાપ્ત ‌વિગતો અનુસાર એરપોર્ટ ઓથો‌રિટી ઓફ ઇન્ડીયા દ્વારા સુરત એરપોર્ટના ‌વિકાસ માટે રૂ.૩૫૫ કરોડના કામોને મંજૂરી મળ્યા બાદ આ કામો ‌વિતેલા છ મ‌હિનાથી અટવાયેલા હતા. એન્વાયરોમેન્ટ ‌ક્લિયરન્સ બાદ ફરી આ કામગીરીની શરૂઆત થઇ છે. જેમાં ૨૫,૫૨૦ વર્ગમીટર ‌વિસ્તારમાં નવું ટ‌‌ર્મિનલ ઉભુ કરવામાં આવશે આ ટ‌ર્મિનલમાં પ્ર‌તિ કલાકે ૬૦૦ ઇન્ટરનેશનલ ફ્લાઇટના પેસેન્જરને તેમજ ૧૨૦૦ ડોમેસ્ટીક પેસેન્જરો સચવાશે.

સુરત એરપોર્ટ નવા મોડલની તસવીર


અત્યાધુ‌નિક સુ‌વિધાઓથી સજ્જ એરપોર્ટ ટ‌ર્મિનલમાં ૨૦ ચેકઇન કાઉન્ટર, ૫ એયરોબ્રીજ, ૪૭૫ વાહનો અને કાર પા‌ર્કિંગની સુ‌વિધા હશે. પા‌ર્કિંગ એપ્રનની સાથે સાથે ટેક્સી ટ્રેક પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ જુઓ - 
ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથો‌રિટી ઓફ ઇન્ડીયા દ્વારા એરપોર્ટના ‌વિકાસ માટે રૂ.૩૫૫ કરોડના કાર્યોને મંજુરી આપવામાં આવી છે ત્યારે મુસાફરોની ‌સિટીંગ કેપે‌સિટીમાં વધારો થશે. ટેક્ષી પાર્કીંગ તેમજ ૪૦૦થી વધુ વાહનો પાર્ક થઇ શકે તેટલો એ‌‌રિયા ડેવલપ કરવામાં આવશે. એરપોર્ટના ‌વિકાસ અને ‌વિસ્તરણ થયા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન બાબતે જે મુદ્દા અટવાયેલા છે તેનું પણ ‌નિરાકરણ આવતા સુરતને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો માર્ગ પણ મોકળો બનશે.
Published by: Kaushal Pancholi
First published: October 1, 2020, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading