સુરત: દાંતનાં ડૉક્ટરની તેમના જ ક્લિનિકમાં થઇ હત્યા, લોહીમાં લથપથ હતું શરીર


Updated: September 23, 2020, 7:20 AM IST
સુરત: દાંતનાં ડૉક્ટરની તેમના જ ક્લિનિકમાં થઇ હત્યા, લોહીમાં લથપથ હતું શરીર
મોડી સાંજ સુધી પોતાના ઘરે ન પોંહચતા પરિવાર તબીબને શોધવા તેમની ક્લિનિક ખાતે ગયા હતા.

મોડી સાંજ સુધી પોતાના ઘરે ન પોંહચતા પરિવાર તબીબને શોધવા તેમની ક્લિનિક ખાતે ગયા હતા.

  • Share this:
સુરત (Surat) શહેરનાં લાલગેટ વિસ્તારમાં આવેલા કાસ્કીવાડમાં દાંતનાં તબીબની (Dental clinic) તેની જ ક્લિનિકમાં હત્યા (murder) થતા ચકચાર મચી ગયો છે. ડૉ. અઝીમ પાતરાવાલાની (Dr. Azim Ptrawala) દાંતના દવાખાનામાં જ તેમની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ તબીબ મોડી રાત સુધી ઘરે ન પહોંચતા તેમના પરિવારજનો તપાસ કરવા તેમની ક્લિનિક પર ગયા હતા. ત્યાં ડૉક્ટરનું શરીર લોહીમાં લથબથ હાલતમાં પડ્યું હતું. આ જોતા જ પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અને લાલગેટ વિસ્તારના કાસ્કીવાડ ખાતે દાંતનું દવાખાનું ધરાવતા ડૉ. અઝીમ પાતરાવાલા દરરોજ પોતાના ક્લિનિક પરથી કામ પતાવી સમયસર પોતાના ઘરે જતા રહેતા હતા.પરંતુ મંગળવારે મોડી સાંજ સુધી પોતાના ઘરે ન પોંહચતા પરિવાર તબીબને શોધવા તેમની ક્લિનિક ખાતે ગયા હતા. ત્યારે આ તબીબ મૃતચ હાલતમાં લોહીમાં લથપથ હાલતમાં મળી આવતા પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો-  સુરત : સુર્યા મરાઠી ગેંગની કમાન લેડી Donના હાથમાં?, આપઘાત કેસમાં નામ આવતા ચર્ચા

પોલીસને જાણકારી મળતા પોલીસ બનાવવાળી જગ્યા પર પોંહચી ત્યારે તબીબની લાશ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ તબીબની ગળાના ભાગે કોઈ તિક્ષણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કર્યાનું સામે આવતા આ મામલે તપાસ શરૂ કરાવી હતી.આ પણ જુઓ - જોકે, તબીબની હત્યાની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાતા લોકોમાં ભયનો માહોલ સાથે ચર્ચા જાગી હતી કે આવું ક્યારે અને કોણે કર્યું હશે. જોકે. લાલગેટ પોલીસે આ તબીબની હત્યા કોને ક્યારે અને ક્યાં કારણોસર કરી છે તે મામલે ગુણો નોંધી ડોગસકોડ અને FSL મદદથી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ સમગ્ર વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- જામનગર પોલીસ ફરી વિવાદમાં, હત્યાના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં AC-પંખામાં સુવાની VIP સુવિધા, VIDEO વાયરલ
Published by: Kaushal Pancholi
First published: September 23, 2020, 7:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading