Home /News /south-gujarat /

'રોજ માસ્ક બદલવું જોઇએ, એકનું એક માસ્ક પહેરી રાખવાથી પણ વધે છે ફંગલ ઇન્ફેક્શન'

'રોજ માસ્ક બદલવું જોઇએ, એકનું એક માસ્ક પહેરી રાખવાથી પણ વધે છે ફંગલ ઇન્ફેક્શન'

તસવીર: Shutterstock

મ્યુકોરમાઈકોસિસનો કહેર વધ્યો છે, તબીબોનો કોઈપણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ સીધો મગજમાં પ્રસરેલો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.

સુરતમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે પોતાનો કહેર ફેલાવ્યો છે.  આ બીમારી પણ પોતાનું ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. જેને લઈને તબીબો પણ ચિંતામાં મુકાયા છે. જોકે, હવે મ્યુકોરમાઈકોસિસનો કોઈપણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ ચેપ સીધો મગજમાં પ્રસરેલો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  આ મહામારી અટકાવવા માટે ખાસ કરીને એકનું એક માસ્ક લાંબા સમય સુધી પહેરી રાખવાથી આ બીમારીનો ફેલાવો વધે છે. જેથી આ બીમારી સામે લડવા માટે તબીબો દ્વારા એકનું એક માસ્ક લાંબા સમય સુધી ન પહેરી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સુરત સીમ્સ હોસ્પિટલના ન્યૂરોસર્જન, મૌલિક પટેલનાં જણાવ્યાં પ્રમાણે, લોકોએ ખાસ તકેદારી રાખવી કે, એકનું એક માસ્ક ચાર પાંચ દિવસ સુધીવાપરવું નહીં. રોજ માસ્ક બદલવું જોઇએ. હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે, એકનું એક માસ્ક પહેરી રાખવાથી ફંગલ ઇન્ફેક્શન વધી શકે છે. આ સાથે ડાયાબિટિસનાં દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું કે તેમનું લેવલ વધી ન જાય.

રાજકોટનાં 85 વર્ષનાં બાએ 13 દિવસમાં કોરોનાને આપી મ્હાત, પરિવારે વાજતેગાજતે કર્યું સ્વાગત

કોરોનાથી તો દેશ લડી જ રહ્યો છે અને એ પણ પુરેપુરો ખત્મ થયો નથી ત્યાં તો બીજી બીમારી આવીને ઉભી રહી છે અને પોતાનો કહેર બતાવવાનું શરુ કરી દીધું છે. આ બીમારી છે મ્યુકોરમાઈકોસિસ. કોરોનાથી સજા થયા બાદ લોકોમાં આ બીમારીનો ફેલાવો વધી રહ્યો છે. આ બીમારી પણ હવે પોતાનું ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. જેથી સુરતના તબીબોએ આ બીમારી સામે સાવચેતી રાખવા માટે લોકોને એકનું એક માસ્ક લાંબા સમય સુધી ન પહેરી રાખવા માટે પણ આહ્વાન કરાયું છે. કારણ કે એકનું એક માસ્ક લાંબા સમય સુધી પહેરી રાખવાથી આ બીમારીનો ફેલાવો વધી રહ્યો છે.  હવે આ બીમારીમાં કોઈ પણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ ચેપ સીધો મગજમાં પ્રસરેલો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે તબીબો માટે ચિંતાનું કારણ બની ગયું છે.

રાહતનાં સમાચાર: ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં મળી શકે છે

કોરોનાની સારવાર બાદ સાજા થયેલા સુરત નજીકના કોસંબાના યુવકને સાયનસ કે આંખમાં મ્યુકોરમાઈકોસિસનો કોઈપણ પ્રકારનો ચેપ દેખાયા વગર આ ચેપ સીધો મગજમાં પ્રસરેલો જોઈ તબીબો પણ ચોંકી ઊઠ્યા. જોકે આ યુવકને બચાવી શકયા નથી. કોસંબાનો વતની 23 વર્ષનો યુવક ગત 29મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયો હતો. કોસંબાની હૉસ્પિટલમાં સારવાર લઈ આ યુવાને 4 મેના રોજ કોરોનાને માત આપી દીધી હતી. ત્યારબાદ 8મી મેના રોજ, તેને અચાનક ખેંચ આવતા સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેની તબિયતમાં કોઈ સુધારો નહીં જણાતા બીજા દિવસે સુરતની સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.સુરતની સ્મિરમાં જરૂરી રિપોર્ટ અને તબીબી તપાસ દરમિયાન યુવકના મગજ પર સોજા જણાતા તેનું ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો હતો.

ન્યૂરોસર્જન ડો. હિતેશ ચિત્રોડાએ જણાવ્યું હતું કે, આ યુવકની સફળ સર્જરી થઈ હતી. આઈસીયુમાં રાખ્યા બાદ તેની તબિયતમાં સુધારો જણાયો હતો. બીજી બાજુ સર્જરી બાદ બાયોપ્સી લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાઈ હતી. દરમિયાન ઓપરેશનના ત્રણ-ચાર દિવસ બાદ તેને હૃદયની તકલીફ થઈ હતી અને હૃદયની ક્ષમતા ધીમી પડતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આવેલો તેનો બાયોપ્સીનો રિપોર્ટ જોઈ તબીબી ટીમ ચોંકી ઊઠી હતી. આ યુવકના મગજમાં મ્યુકોરમાઈકોસિસનો ચેપ ફેલાયો હોવાનું રિપોર્ટમાં સામે આવતા ખળભળાટ મચી ગયો.

ડો.ચિત્રોડાએ વધુમાં કહ્યું હતું કે, કોરોના થયા બાદ સાયનસ કે આંખમાં મ્યુકોરમાઈકોસિસ નો ચેપ નહીં હોય તેવો આ પ્રથમ કેસ કહી શકાય. કારણ કે, અત્યાર સુધીમાં આ પ્રકારનો કેસ કોઈ આર્ટિકલ કે મેડિકલ જનરલમાં દેખાયો નથી કે સાંભળવા મળ્યું નથી. જોકે હવે તો માસ્ક નહી પહેરો તો થશે કોરોના એકનું એક માસ્ક લાંબા સમય સુધી પહેરી રાખવાથી થશે મ્યુકોરમાઈકોસિસ ત્યારે લોકો આ વાતને લઈને ચિંતામાં મુકાયા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Black fungus, Coronavirus, Mask, Mucormycosis, ગુજરાત, સુરત

આગામી સમાચાર