Home /News /south-gujarat /

સુરત ફરી થયું શર્મશાર : પાંચ વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા બે સંતાનોના પિતાએ કર્યા અડપલા

સુરત ફરી થયું શર્મશાર : પાંચ વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા બે સંતાનોના પિતાએ કર્યા અડપલા

પ્રતીકાત્મક તસવીર

બાળકીને દુખાવો થતા સમગ્ર ઘટાનાનો ભાંડો ભૂટ્યો હતો.

સુરતમાં ફરી નાની દીકરી સાથે શારીરિક છેડછાડની ઘટના સામે આવી છે.  સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર વસાહતમાં બે સંતાનના પિતાએ 5 ર્ષની માસુમ બાળાના ગુપ્તાંગમાં અડપલા કર્યા હતા. જોકે, બાળકીને દુખાવો થતા સમગ્ર ઘટાનાનો ભાંડો ભૂટ્યો હતો. બાળાએ પોતાની માતાને આખી વાત જણાવી હતી.  જે બાદ માતા દ્વારા આ મામલે  ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષીય માસુમ બાળા બે દિવસ અગાઉ પોતાના ઘર  નજીક રમી રહી હતી. ત્યારે પોતાના પરિચીતના ઘરે રમવા ગઇ હતી. ત્યાંથી આવ્યા બાદ માસુમ બાળકી ને ગુપ્ત ભાગે દુખાવો થતા પોતાની માતા પાસે ગઈ હતી. જોકે, બાળકી સાથે કોઈ ઘટના બન્યાનું લાગતા માતા દ્વારા બાળકીની પૂછપરછ કરતા બાળકી બે દિવસ પહેલા રમતી હતી ત્યારે પાડોસી રણજીત દગડુ ડોંગરે ત્યાં આવ્યો હતો. બાદમાં તેને ઘરે લઇ ગયો હતો.

આ પણ વાંચો -  ગુજરાતમાં કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

જે બાદ પરિચીત રણજીત દગડુ ડોંગરે અચાનક ઘસી આવ્યો હતો અને માસુમને રમાડવા લાગ્યો હતો. રમાડતા-રમાડતા હવસખોર-નરાધમ રણજીતે માસુમના આંતર વસ્ત્ર કાઢી નાંખ્યા હતા અને ગુપ્તાંગ સાથે અડપલા કરવાનું શરૂ કર્યુ હતું.

આ પણ જુઓ - 

જેથી માસુમને ગુપ્તાંગમાં દુખાવો થતા તુરંત જ ત્યાંથી ભાગી ગઇ હતી અને પોતાના ઘરે પહોંચી ગઇ હતી. માસુમના ચહેરો જોઇ તેની માતાએ શું થયું એમ પૂછતા માસુમે ગુપ્તાંગમાં દુખાવો થતો હોવાનું કહ્યું હતું. જેથી માતા ચોંકી ગઇ હતી અને શું કેમ દુઃખે છે એમ પુછતા વેંત માસુમે ચાકુલીના પાપાએ મારી ચડ્ડી બહારથી ગુપ્તાંગ ભાગે અડપલા કર્યાનું કહેતા તુરંત જ માસુમની માતા રણજીતના ઘરે દોડી ગઇ હતી. પરંતુ રણજીત ત્યાંથી ભાગી ગયો હતો. ઘટના અંગે માસુમની માતાએ રણજીત વિરૂધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - અમદાવાદમાં કોરોનાને અટકાવવા લેવાયો મહત્ત્વનો નિર્ણય, હવે દરેક સોસાયટી, ફ્લેટમાં રાખવી પડશે આ તકેદારી
Published by:Kaushal Pancholi
First published:

Tags: Minor, Neighbour, Physically Abuse, ગુજરાત, ગુનો, છોકરી, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन