સુરત: યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી, ફરવાનું કહીને લઇ ગયો ઘરે અને કર્યું ન કરવાનું કામ

સુરત: યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી, ફરવાનું કહીને લઇ ગયો ઘરે અને કર્યું ન કરવાનું કામ
પ્રતીકાત્મક તસવીર

તરૂણીએ આ જાણકારી આપતાની સાથે પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

  • Share this:
સુરતના (Surat) વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને (minor girl) રત્નકલાકાર યુવાને પ્રેમજાળમાં (love) ફસાવી હતી. જે બાદ તેને ફરવા જવાનું કહીને તેના સંબંધીના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા પાડી લીધા હતા. જે બાદ આ ફોટા વાયરલ કરવાનું કહીને ધમકાવીને અનેક વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ થતા સગીરાના પરિવારે પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ કરતા યુવાનની અટકાયત કરવામાં આવી છે.

સુરતના માતાવાડી વિસ્તરમાં પોતાના પરિવાર સાથે રહેતી 15 વર્ષીય તરૂણી સતત ઉદાસ રહેતી હતી. જેથી પરિવારે આ તરુણીને પૂછ્યું કે તેને શું થયું છે. તરુણીએ પરિવારને કહ્યું કે, વરાછા ખાતે આવેલા ઘનશ્યામ નગર ખાતે રહેતા ગૌતમ કીડેયા નામના યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. ગત જનયુઆરીનાં ઉતરાણના દિવસે ફરવા જવાનું કરીને આ યુવાન તરુણીને તેના સંબંધીને ત્યાં લઇ ગયો હતો અને તેની સાથે શારિરીક સંબંધ બનાવ્યો હતો.IPL: ગુજરાતી ખેલાડી સાકરિયાના ભાઇએ ત્રણ મહિના પહેલા ટૂંકાવ્યું હતું જીવન, સહેવાગે કરી Emotional post

આ દરમિયાન યુવાને તરુણીના ફોટા મોબાઈલમાં લઇ લીધા હતા અને ત્યાર બાદ આ યુવાન તેને ફોટા વાયરલ કરવાના નામે બ્લેકમેઇલ કરતો હતો. જે બાદ તરૂણી સાથે અનેક વખત દુસ્કર્મ આચર્યુ હતું. તરૂણીએ આ જાણકારી આપતાની સાથે પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

ખુશખબરી! 70 હજારનો પ્રીમિયમ ફોન પર મળી રહ્યો છે 29,999 રૂપિયામાં, ફટાફટ જાણી લો featuresઆ તરુણીનો પરિવાર તાત્કાલિક વરાછા પોલીસ મથકે જઇને આ યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આ મામલે ફરિયાદ દાખલ કરી આ રત્નકલાકર યુવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:April 13, 2021, 10:59 am

ટૉપ ન્યૂઝ