Home /News /south-gujarat /

સુરત: લગ્ન સમયે ઘર-દુકાન ન મળતા સાસરિયા મારતા, તાંત્રિક પાસે લઇ જતા, પતિએ ઇદનાં દિવસે જ આપી તલાક

સુરત: લગ્ન સમયે ઘર-દુકાન ન મળતા સાસરિયા મારતા, તાંત્રિક પાસે લઇ જતા, પતિએ ઇદનાં દિવસે જ આપી તલાક

પ્રતીકાત્મક તસવીર

ઇદનાં દિવસે પતિએ બધાની હાજરીમાં ત્રણ વખત તલાક બોલીને તરછોડી દીધી હતી

સુરતમાં દહેજ માટે સાસરિયા પરિણિતા પર ત્રાસ ગુજારતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફ્લેટ અને ઘરની માંગ કરીને સારિયાઓ પરિણીતાને ઘરમાં ગોંધી રાખતા હતા. આ સાથે  તેની પર એક બાબા સાથે તાંત્રિક વિધિ પણ કરાવતા હતા. જે બાદ ઇદના દિવસે જ પતિએ ત્રણવાર તલાક, તલાક, તલાક બોલીને પરિણીતાને તરછોડી દીધી હતી. જે બાદ પરિણિતાએ હિંમત કરીને પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

સુરતના સાલબતપુરા ખાતે રહેતી એક યુવતીના લગ્ન 2017માં  જાબીર જુહાર નાલબંધ સાથે થયા હતા. લગ્ન સમયે સાસરિયા દ્વારા એક ફ્લેટ અને એક દુકાનની માંગણી કરવામાં આવી હતી. જે યુવતીના પરિવારે પુરી નહિ કરતા લગ્નના થોડા દિવસ બાદ સાસરિયાએ આ પરણીતાને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જોકે, ત્રાસ વચ્ચે પરણિતા ગર્ભવતી બન્યા બાદ પણ દહેજ માટે તેને ઘરમાંથી કાઠી મૂકવામાં આવી હતી. પણ સમાજના કેટલાક લોકો વચ્ચે પાળ્યા બાદ આ મામલે થાળે પડ્યો હતો.  જે બાદ આ પરિણિતાએ એક બાળકીને જન્મ આપ્યો હતો.

ખતરાની ઘંટી! ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનાં વધી રહ્યાં છે દર્દીઓ પરંતુ ઇન્જેક્શનની અછત

ત્યાર બાદ ફરી સાસરિયા દહેજને લઈને આ પરણિતા પર ત્રાસ ગુજરાવાનું શરુ કર્યું હતું  અને દહેજમાં દુકાન અને ફ્લેટ મળે તે માટે સાસરિયાઓ પરણિતાને  જવીદ બાવા નામના તાંત્રિક પાસે લઈ જતા હતા. જોકે ઘરમાં કેદ કરીને પતિ માર પણ મારતો હતો. તે ઓછું હોય તેમાં આ તાંત્રિક  જાવીદ બાવા પણ પરણીતાને  માર મારતો હતો. આખરે પરણિતા કંટાળીને પોતાના પતિને છોડી આવી હતી.

1998ના વાવઝોડા કરતા પણ વધુ તીવ્ર હતું Tauktae, સૌથી વધુ લેન્ડફોલના સમયનો બનાવ્યો રેકોર્ડ

14મી મેએ ઇદ હોવાથી પરણિતા તેની દીકરી અને ફોઈ સહિતના સગાઓ સાથે પોતાના સાસરે મળવા ગઈ હતી. ત્યારે પતિએ ફરીથી દુકાન અને ફ્લેટની માંગણી કરી હતી. પરિણીતાના દુકાન અને ફ્લેટ ન મળે એવું કહેતા તેના પતિએ બધાની હાજરીમાં ત્રણ વખત તલાક બોલીને તરછોડી દીધી હતી. જેને લઈને પરિતાએ  પતિ, સાસરિયા અને જાવીદ બાવા વિરુદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી.



પરિણીતાનો દિયર તન્વીરે મુમતાઝ કાળો જાદુ કરતી હોવાનો આક્ષેપ લગાવી તેને માર મારતો હતો. જેની સાથે તેની સાસુ, સસરા,પતિ પણ માર મારતા હતા. જાવીદ બાવાના કહેવાથી સાસરીયાઓ પરિણીતાને ગોંધી રાખતા હતા. જાવીદબાવા મીણબત્તી અને લીંબુ આપતો હતો. મીણબત્તી સળગાવી જાવીદ બાવા તેણીને સતત મીણબત્તીની જ્યોતમાં જોવાનું કહેતો. જોતા જોતા જ્યારે આંખ બંધ થઇ જતી તો સાસુ રેહાનાબીબી અને પતિ મળીને ખુબ માર મારતા હતા.આક્ષેપ કરતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: In laws, Tantrik, ગુજરાત, પતિ-પત્ની, મહિલા, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन