સુરત: પરિણીતાને પામવા માટે પ્રેમીએ કર્યું એવું કારસ્તાન કે, પ્રેમિકાએ જ નોંધાવી પોલીસ ફરિયાદ 

સુરત: પરિણીતાને પામવા માટે પ્રેમીએ કર્યું એવું કારસ્તાન કે, પ્રેમિકાએ જ નોંધાવી પોલીસ ફરિયાદ 
પ્રતીકાત્મક તસવીર

પ્રેમિકાએ આ મામલે ફરિયાદ કરતા પોલીસે પ્રેમીને ઝડપી પાડીને બાળકને છોડાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. 

  • Share this:
સુરતના (Surat) પાંડેસરામાં પરણિતા સાથેના પ્રેમ સંબંધમાં (maternal affair) ભાંડો ફૂટી જતા પ્રેમિકાના પતિ (husband wife) સાથે થયેલા ઝગડામાં બાદ પ્રેમિકાને પામવા માટે પ્રેમી દ્વારા તેના 3 વર્ષના બાળકનું અપહરણ (kidnapping) કરવામાં આવ્યુ હતું. જોકે, પ્રેમિકાએ આ મામલે ફરિયાદ કરતા પોલીસે પ્રેમીને ઝડપી પાડીને બાળકને છોડાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં પરિણીતાના સાથે થયેલા પ્રેમનો ભાંડો ફૂટી જતા પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ એવું કૃત્ય કર્યું  કે તેને જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં  આવેલા બમરોલી રોડ  પર રહેતા પરિવારનો 3 વર્ષનો બાળક ઘર નજીક રમતો હતો. ત્યારે અચાનક ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ હતી. જોકે, પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી નજીકમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતા ચંદનસિંગ નામના યુવાને તેમના બાળકનું અપહરણ કર્યાનો આક્ષેપ માતા દ્વારા કરવામાં આવ્યો હતો.



ગોધરા: BJP નેતાના પુત્રના લગ્નની વિધિમાં ડીજેના તાલે નાચ્યા લોકો, કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા

આ અંગે પોલીસે તપાસ શરુ કરી હતી. જોકે બાળકનો પરિવાર પણ તુલસીધામ સોસાયટીમાં રહેતો હતો ત્યારે બાળકની માતાને ચંદન સિંગ નામના યુવાન સાથે આંખ મળી જતા પ્રેમ થઇ ગયો હતો. જોકે, બાળકના પિતા દ્વારા અન્ય જગ્યા પર રહેવા જવાનું કહેતા પરણિતાએ અન્ય જગ્યાએ રહેવા આવાની ના પડી હતી. જોકે, પતિને પત્નીના અન્ય યુવક સાથેના સંબંધ અંગે જાણ થઇ હતી. જે બાદ ચાર દિવસ પહેલા જ પત્ની અને તેના પ્રેમીને ધમકાવ્યા હતા. જે બાદ પ્રેમીએ પતિને તેના બાળકના અપહરણની ધમકી આપી હતી.

Coranaની ચેઇન તોડવા ગુજરાત સરકાર 10-15 દિવસનું લૉકડાઉન આપે: ડૉકટર્સ, સંતો, કલાકારોની અપીલ

પોલીસ મથકમા આ અંગે ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવ હતી.  પોલીસને તપાસમાં ખબર પડી હતી કે, આ યુવાને બાળકને લઇને તેના એક મિત્રને ત્યાં છુપાડ્યો છે. પોલીસે તાત્કાલિક આ યુવાને ઝડપી પાડી બાળકને હેમખેમ છોડાવી લીધો હતો.

જોકે, આરોપીની પૂછપરછ કરતા પોતાની પ્રેમનો ભાંડો ફૂટી જતા પ્રેમિકાને પામવા માટે  તેના બાળકનું અપહરણ કાર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Published by:Kaushal Pancholi
First published:April 18, 2021, 14:56 pm

ટૉપ ન્યૂઝ