તરૂણીને પેટમાં દુખતા ગર્ભવતી હોવાનું આવ્યું સામે, સાથે કામ કરતા યુવકે અનેકવાર બાંધ્યો હતો શારીરિક સંબંધ

તરૂણીને પેટમાં દુખતા ગર્ભવતી હોવાનું આવ્યું સામે, સાથે કામ કરતા યુવકે અનેકવાર બાંધ્યો હતો શારીરિક સંબંધ
પ્રતીકાત્મક તસવીર

પરિવારે તરૂણીને પૂછતાં ખબર પડી કે, સાથે કામ કરતા યુવાને અવારનવાર શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી.

  • Share this:
સુરતમાં સતત દુસ્કર્મની ઘટના સામે આવી રહી છે ત્યારે  લીંબાયત વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને મહાનગરપાલિકાના કચરાના ટ્રેકટર ઉપર કોન્ટ્રાકટ હેઠળ કામ કરે છે. જોકે, આ તરૂણીને પેટમાં દુખાવો થતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે. જોકે, પરિવારે તરૂણીને પૂછતાં ખબર પડી કે, સાથે કામ કરતા યુવાને અવારનવાર શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. તરુણીના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોધાવી છે.

સુરતમાં સતત દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તેવામાં સુરતમાં વધુ એક ફરિયાદ નોંધવા પામી છે. મૂળ તાપી જીલ્લાની વતની અને સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું અવસાન પાંચ માસ અગાઉ થયું હતું. છૂટક મજૂરીકામ કરતી મહિલાએ આથી વતનમાં દિયરના ઘરે રહેતી સૌથી મોટી પુત્રીની જોડે બોલાવી લીધી હતી. જોકે, પોતાની પુત્રીને મનપા કોન્ટ્રાક હેઠળ કચરાના ટ્રેકટર ઉપર કામ પર મૂકી હતી. છેલ્લા કેટલાક સમયથી કામ કરતી તરુણીને ત્રણ દિવસ પહેલા પેટમાં અચાનક દુખાવો થવા લાગ્યો હતો. બે દિવસ તો માતાએ સામાન્ય તબીબની દવા આપી પણ ફર્ક પડ્યો નહીં.લાલબત્તી સમાન કિસ્સો! સેલવાસના યુવાનને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો, બીજીએ પોલીસ બની પડાવ્યા રૂપિયા

ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનને કારણે ગુજરાતમાં શીતલહેર, હજી વધશે ઠંડી

જેથી તે તરુણીને સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. સારવાર દરમિયાન તરૂણી ગર્ભવતી હોવાનું તબીબો એ નિદાન કર્યું હતું અને તરુણીને બે માસનો ગર્ભ હોવાનું કહેતા માતાના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી.

આ અંગે માતાએ દીકરીને પૂછતાં તરુણીએ કહ્યું  કે, તેની સાથે કામ કરતો ગણેશ ઓક્ટોબરમાં તરૂણીને તેના ઘરે લઇ ગયો હતો અને બળ  જબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બંનેએ અવારનવાર શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી બની હતી જોકે તરૂણીની માતાએ આ મામલે ગણેશ વિરુદ્ધ લીબાયત પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:December 17, 2020, 09:07 am

ટૉપ ન્યૂઝ