Home /News /south-gujarat /સુરત: બ્રેકઅપ બાદ પણ બ્લેકમેઇલ કરતા યુવકને યુવતીએ શીખવ્યો બરાબરનો પાઠ, થયો સીધો જેલભેગો

સુરત: બ્રેકઅપ બાદ પણ બ્લેકમેઇલ કરતા યુવકને યુવતીએ શીખવ્યો બરાબરનો પાઠ, થયો સીધો જેલભેગો

પ્રતીકાત્મક તસવીર

બ્રેકઅપ પછી મોબાઈલ નંબર બ્લોક કર્યા છતાંય પીછો કરી શિક્ષિકાને રઝળવા સાથે બ્લેકમેઇલ કરતા યુવાનની પોલીસે ધરપકડ કરી. 

સુરત: શહેરનાં (Surat) સરથાણા વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવા છતાં યુવકે પીછો કરી પરેશાન કરવા માટે હાથ પર બ્લેડ મારી ફોટા whatsapp કરી ઇમોશનલ બ્લેકમેઈલ (Emotional blackmail) કરતો હતો. ગઈકાલે યૂવાને જાહેર રસ્તા પર તમાસો  કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો  છે.  શિક્ષિકાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને પ્રેમી (lover) યુવકની ધરપકડ કરી હતી

મૂળ અમરેલીના લીલીયાની વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં  ખાતે રહેતી 22 વર્ષીય યુવતી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ સાથે હાલમાં તે  પર્વત પાટિયા ખાતે આવેલી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષ અગાઉ વતનમાં લગ્નમાં અમરેલી ગઈ હતી ત્યાં લગ્ન પ્રસંગમાં દુરના સંબંધીના પુત્ર અશોક રાઠોડ સાથે મુલાકાત થઈ હતી.

Video: દ્વારકાધીશનાં મંદિર પર વીજળી પડ્યોનો વીડિયો વાયુવેગે પ્રસરતા અમિત શાહે ફોન કરી મેળવી જાણકારી

લગ્નમાં પરિચય બાદ બંને એકબીજાને મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને બંને વચ્ચે નિયમિત ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. અમરેલી આ યુવાન  સુરતમાં વારંવાર માસીના ઘરે આવતો હતો ત્યારે આ પ્રેમિકાને મળતો હતો.

જાણો કેટલું સ્પેશિઅલ છે તે અંતરિક્ષ યાન, જેને સૌપ્રથમ કરી પ્રાઇવેટ સ્પેસ યાત્રા

આ દરમિયાન પ્રેમિકાને આ યુવકના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધો વિશેની જાણકારી મળતા ડિસેમ્બર 2020માં પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો અને એના નંબરને પણ બ્લોક કરી નાખ્યો હતો. તે છતાં યુવક એનકેન પ્રકારે યુવતીને હેરાન-પરેશાન કરતો હતો. મંગળવારે બપોરના સમયે આ યુવતી સ્કૂલે જવા ઘરેથી નીકળી હતી. ત્યારે નજીકના પાનના ગલ્લા ઉપર આ યુવાન બાઈક લઈને ઉભો હતો અને તેણે આ યુવતીને લગ્ન કરવાની વાત કરીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતુ.



યુવતીએ તાત્કાલિક પોતાના પરિવારને બોલાવી લીધો હતો જેને લઇને પરિવારે ત્યાં પહોંચતા ફોન કરીને પોલીસને બોલાવી સરથાણા પોલીસ મથકમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો. યુવતીએ  યુવક સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા હોવા છતાં આ યુવાન હેરાન પરેશાન કરવા સાથે બ્લેકમેલ કરી પીછો કરતો હતો. જેને લઇને આ યુવતીએ આ પ્રેમી યુવકને પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે યુવકની ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published: