સુરત: કાપોદ્રા ચાર રસ્તા ઈન્ડીયન પેટ્રોલપંપની પાછળ ગતરોજ મોડી સાંજે જાહેરમાં પોણા સાતેક વાગ્યે ત્રિકોણીય પ્રણયમાં પુર્વ પ્રેમીએ પ્રેમિકાના નવા પ્રેમીને ઉપરા છાપરી આડેધડ છરાના ધા ઝીકીં રહેîશી નાંખ્યો હતો તેમજ પ્રેમીને છોડાવવા માટે વચ્ચે પડેલી પ્રેમિકાને પણ બંને હાથના કાંડા, બાવડા અને પીઠના ભાગે ઘા મારી હત્યાની કોશિષ કરી હતી. જો કે સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે પૂર્વ પ્રેમી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જાણે ગુનાખોરીમાં આગામી દિવસમાં એવોર્ડ લેવા જઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અહીંયા એક દિવસ છોડીને એક દિવસે હત્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ગતરોજ વધુ એક હત્યાની ઘટના સમયે આવી છે. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ કાપોદ્રા ચાર રસ્તા બ્રિીજ નીચે ફુટપાથ પર રહેતી અંજલીબેન દામજીભાઈ બેરડિયા મજૂરી કામ કરે છે. અંજલી બેરડિયા અગાઉ લાલજી ઉર્ફે લાલુ કાળુ સાથે પ્રેમ સંબંધમાં હતી. જોકે અંજલીએ લાલજી ઉર્ફે લાલુ સાથે પ્રેમ સંબંધ તોડી દીધો હતો. ત્યારબાદ અંજલી અજય ગણપત પટણી નામના યુવક સાથે પ્રેમ સંબંધ રાખી તેની સાથે રહેવા લાગી હતી.
આ અંગેની જાણ પૂર્વ પ્રેમી લાલજી ઉર્ફે લાલુને થતા અંજલી અને તેના અજય પાસે આવી અદાવત રાખી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ પૂર્વ પ્રેમી લાલજી ઉર્ફે લાલુ અંજલીના પ્રેમી અજય ઉપર ઉશ્કેરાઈ જઈ કાપોદ્રા ચાર રસ્તા ઈન્ડીયન પેટ્રોલપંપની પાછળ જાહેર શૌચાલય પાસે છરાથી ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. પ્રેમી અજયને છોડાવવા વચ્ચે પડેલી અંજલી ઉપર પણ પૂર્વ પ્રેમી લાલજી ઉર્ફે લાલુએ છરાના ઘા ઝીંકી દીધા હતા. બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા અજયનું મોત નિપજયું હતું.
અંજલી બેરડિયાએ લાલજી ઉર્ફે લાલુ સામે હત્યાની ફરિયાદ આપી હતી. જેથી કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગણતરીનાં કલાકોમાં હત્યારા પૂર્વ પ્રેમી લાલજી ઉર્ફે લાલુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.