સુરત: પતિએ પત્નીને મારી નાંખવાનો કર્યો પ્રયાસ, યુવાન યુવતીને ભગાડી લાવતા પરિવાર પર હુમલો

સુરત: પતિએ પત્નીને મારી નાંખવાનો કર્યો પ્રયાસ, યુવાન યુવતીને ભગાડી લાવતા પરિવાર પર હુમલો
સુરતમાં બે ચોંકાવનારા બનાવો સામે આવ્યાં છે.

સુરતમાં બે ચોંકાવનારા બનાવો સામે આવ્યાં છે.

  • Share this:
સુરતમાં બે ચોંકાવનારા બનાવો સામે આવ્યાં છે. પહેલી ઘટનામાં પતિએ પત્નીના ચારિત્રય પર શંકા રાખી તેનું જાહેરમાં જ ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો છે. જ્યારે અન્ય એક ઘટનામાં યુવક એક યુવતીને લગ્ન માટે ભગાડીને ઘરે લઇ આવ્યો હતો. જેની અદાવતમાં યુવતીનાં પરિવારે યુવકનાં પિતા પર હુમલો કરાવીને પુત્રને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

પત્નીના ચારિત્ય પર શંકા રાખી જાહેરમાં હુમલો કર્યોપ્રથમ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના રાજ તિલક એપાર્ટમેન્ટમાં વોચમેનની રૂમમાં રહેતા 43 વર્ષના વિજયસિંગ બાલુસિંગ ચાર દિવસ પહેલા સિટીલાઇટ રોડ પર તેની પત્ની પાસે ધસી ગયો હતો અને ઝઘડો કર્યો હતો. બાદમાં તેણે પત્ની ઉપર ચપ્પુથી ગળામાં, મોઢામાં અને હાથમાં ઘા ઝીંકીને ભાગી ગયો હતો. ચારિત્ર્ય અંગે શંકા રાખીને પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર પતિની પોલીસે ધરપકડ કરી હતી અને ઉમરા પોલીસ મથકમાં લાવ્યા હતા. પતિનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો પણ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન ઉમરા પોલીસ મથકનાં લોકઅપમાં ગઇકાલે સવારે વિજયસિંગે જાતે પોતાનું ગળુ કાપી ઇજા પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

યુવક યુવતીને ભગાડીગયો

અન્ય ઘટનાની માહિતી પ્રમાણે, યુવાન સુરતમાં પુણા વિસ્તરમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહે છે.  મધુભાઈ કાછળ તેમના પરિવાર પણ તેમની સાથે સુરતમાં રહે છે. લોકડાઉન સમયે વતન ગયા હતા ત્યારે તેમના દીકરાને અમરેલી ખાતે રહેતા ધીરભાઈ જીજાળાંની દીકરી સાથે આંખ મળી ગઈ હતી અને બંનેવ વચ્ચે પ્રેમ સબધ બંધાયો હતો. જોકે આ પ્રેમમાંથી આ પ્રેમી પંખીડા દ્વારા લગન કરવાનું નક્કી કરી થોડા દિવસ પહેલ આ યુવાન યુવતીને લગન કરવા માટે અમરેલીથી ભગાડી સુરત લઇ આવ્યો હતો. જેથી યુવતીનું પરિવાર ઘણો જ નારાજ થયો હતો. યુવતીના પિતા ધીરુભાઈ અને કાકા ભીખાભાઈ બે દિવસ પહેલા યુવકની શોધમાં સુરત ખાતે આવ્યા હતા અને મારામારી કરવા માટે અન્ય લોકોને પણ સાથે લાવ્યા હતા.

આ પણ વાંચો - Corona Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 70 હજાર નવા કેસ નોંધાયા, 776 દર્દીનાં મોત

દરમિયાન યુવકના પિતા મંડળી જતા તેમને માર મારી ગંભીર ઇજા પોહચાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને ભાગતા પહેલા તમારા દીકરાએ મારી દીકરીને ભગાડીને સારૂ નથી કર્યું, તે મળશે તો મારી નાખીશું  તેવી ધમકી પણ આપી ગયા હતા.

આ પણ જુઓ - 

યુવતીના પરિવાર દ્વારા યુવકના પરિવાર પર હુમલો કરી પિતાને માર મારાની ઘટનામાં યુવકના પિતા દ્વારા યુવતીએ પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- અમદાવાદ : પતિના મૃત્યુ બાદ મહિલાને કરાવ્યું દિયરવટુ, પુત્રીના જન્મ બાદ દિયર પ્રેમિકાને લઈને વિદેશ ફરાર
Published by:Kaushal Pancholi
First published:September 29, 2020, 10:06 am

ટૉપ ન્યૂઝ