સુરતમાં લૂંટનો ભેદ ઉકેલાયો: અમદાવાદની  છરા ગેંગે પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવીને ચલાવી હતી લૂંટ

સુરતમાં લૂંટનો ભેદ ઉકેલાયો: અમદાવાદની  છરા ગેંગે પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવીને ચલાવી હતી લૂંટ
આ ગુનામાં સંડોવાયેલા અમદાવાદ છારા ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. જયારે આ ગુનામાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપી હજુ પણ પોલીસ પકડતની બહાર છે. 

આ ગુનામાં સંડોવાયેલા અમદાવાદ છારા ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. જયારે આ ગુનામાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપી હજુ પણ પોલીસ પકડતની બહાર છે. 

  • Share this:
થોડા દિવસ પહેલા સુરત (Surat) વરાછાના  શાકભાજી માર્કેટની સામે જાર રોડ ઉપર બે મોટર સાયકલ ઉપર આવેલા અજાણ્યા ચાર ઈસમોએ એક્ટિવા પર સવાર ઈસમને રોકી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી. જે બાદ ડરાવીને એક્ટિવાની ચાવી લઈ ડેકીમાંથી રોકડ રૂપિયા પાંચ લાખની ચોરી (loot) કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે પોલીસે આ મામલે નજીકમાં રહેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના તપાસી હતી. જે બાદ આજરોજ આ ગુનામાં સંડોવાયેલા અમદાવાદ છારા ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. જયારે આ ગુનામાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપી હજુ પણ પોલીસ પકડતની બહાર છે.

ગેંગ વોચ રાખી રહી હતીસુરતમાં સવા મહિના પહેલા વરાછા વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીઓ ઉપર ગેંગ વોચ રાખતી હતી. સવા મહિના પહેલા સાંજના સમયે યુવાન આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ પોતાના એક્ટિવાની ડેકીમાં મૂકી જઇ રહ્યા હતા. જે બાદ આ ગેંગે તેમનો પીછો કરી મોકો મળતા એક્ટિવા ચાલકને વરાછા ખાતે આવેલા બોમ્બેમાર્કેટ નજીક, શાકમાર્કેટની સામે ઓવરટેક કરી તેને અટકાવ્યા હતા.

કોરોનાના કેસ વધ્યા હવે ગુજરાત સરકારે કેસ ઘટાડવા કાયદાની ચાબુક ઉગામી

બાઇક પર આવેલા આ ઈસમોએ બાઇક ઉપરથી નીચે ઉતરી એક્ટિવા ચાલક પાસે જઈ ગાડી ધમકીના સૂરમાં વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગાડી સાઈડ મેં લગા, હમ ડી સ્ટાફવાલે હૈ." આ રીતે ડરાવીને એક્ટીવા ચાલક પાસેથી તેની ચાવી લઈ રુપિયા લઇને ત્યાંથી ભાગી ગયા હતા.

વાઘના ચામડાને 2.50 કરોડમાં વેચવાની ફિરાકમાં હતા આરોપીઓ, આ રીતે પોલીસના હાથે ઝડપાયા

છારા ગેંગની સંડોવણી બહાર આવી

આ મામલે આ યુવાને પોલીસને ફરિયાદ કરતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર આવીને તપાસ શરૂ કરી હતી. આ ઈસમો નજીકના સીસીટીવીમાં કેદ થયા હતા. જોકે, પોલીસે આ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ કરતા ખબર પડી હતી કે, આ ઈસમો વિશાલ અશોકકુમાર તનવાની, અમદાવાદ છારા ગેંગના સભ્ય છે. તે તેના સાગરિત  સાથે હતા. જે બાદ પોલીસે અમદાવાદ મુકામેથી એકને ઝડપી પાડ્યો હતો.

પૂછપરછમાં થયા મોટા ખુલાસા

આ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ગત તા . 10 ફે્બ્રુઆરી, 2021ના રોજ પોતે તેમજ તેના સાગરીતો વિશાલની સાથે સિધ્ધાર્થ ઉર્ફે નરસીમા, રોહિત ધમન્ડે, નકુલ, ઉપેશ અને અન્ય એક સાગરિત હતો. આમ છ જણા અમદાવાદ મુકામેથી એક્ટીવા તથા બે FZ મોટર સાયકલ ઉપર સવાર  થઈ સુરત શહેર , વરાછા વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીઓ ઉપર વોચ કરી ચોરીને અંજામ આપ્યો હતો.

જોકે આ ઈસમોએ આ ટોળકીએ આવી જ રીતે મધ્યપ્રદેશ અને ઈન્દોરમાં પણ અલગ અલગ શહેરોમાં 4 ગુનાઓ કરેલા છે. જેની પણ કબૂલાત કરી છે. આરોપી વિશાલને 5 લાખમાંથી 30 હજાર આપ્યા હતા. જે તેણે મોજશોખમાં વાપરી નાખ્યા હતા. જોકે પોલીસે આ એક ઈસમની ધરપકડ કરી તેના અન્ય પાંચ સાગરિતોને વોન્ટેડ જાહર કરી તેમને પકડી પાડવાની કાર્યવાહી તેજ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:March 18, 2021, 16:08 pm

ટૉપ ન્યૂઝ