સુરતમાં BJP કાર્યકરોમાં આક્રોશ: '36 વર્ષથી અમારે ફક્ત ઘરે સ્લીપ જ પહોંચાડવાની? અને જેને કોઇ ઓળખતું નથી તેમને ટિકિટ આપવાની'

સુરતમાં BJP કાર્યકરોમાં આક્રોશ: '36 વર્ષથી અમારે ફક્ત ઘરે સ્લીપ જ પહોંચાડવાની? અને જેને કોઇ ઓળખતું નથી તેમને ટિકિટ આપવાની'
વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

36 વર્ષથી ભાજપના કાર્યકર તરીકે અમારે સ્ટેપ્લર મારી ઘરે ઘર સ્લીપ જ પહોંચાડવાની છે એવો આક્રોશ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સમક્ષ ઠાલવવામાં આવ્યો હતો.

  • Share this:
સુરતમાં (Surat) હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં (Local body Election) ટિકિટ વહેંચણીને લઈને અનેક કાર્યકર અને અનેક સમાજ ભાજપથી (Surat BJP) નારાજ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર -9 રાંદેર, પાલનપુર, જહાંગીરપુરાના ભાજપના કાર્યકરો સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો (Purnesh Modi) ઉધડો લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 36 વર્ષથી ભાજપના કાર્યકર તરીકે અમારે સ્ટેપ્લર મારી ઘરે ઘર સ્લીપ જ પહોંચાડવાની છે એવો આક્રોશ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સમક્ષ ઠાલવવામાં આવ્યો હતો. દસેક દિવસ જૂનો વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે.

સ્થાનિક સસ્વરાજ ચિત્તનીમાં જે રીતે ભાજપ પાર્ટી દ્વારા 3 નિયમોને લઈને જે રીતે ટિકિટની વહેંચણી કરવામાં આવી છે જેને લઈને વર્ષોથી પાર્ટી માટે કામ કરતા કાર્યકરો નારાજ થયા છે. ત્યારે આ ચૂંટણીમાં પાર્ટીને નુકસાન નહિ થાય તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. તેવામાં ભાજપે વોર્ડ નંબર -9 રાંદેર , પાલનપુર, જહાંગીરપુરામાં માજી કોર્પોરેટર બકુલ પટેલના પુત્ર રાજન પટેલ અને માજી કોર્પોરેટર કમલેશ સેલરના પુત્ર કૃણાલ સેલરને ટિકિટ  આપી છે. આ વોર્ડમાં સામાન્ય બેઠક 2 પર કણબી પટેલ સમાજના ચંદ્રેશ પટેલે ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપે ટિકિટ નહીં આપતા ચંદ્રેશ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.મોરબી: કૉંગ્રેસ આગેવાને ભાજપના ઉમેદવારના ભત્રીજા સહિત આઠ સામે નોંધાવી માર મારવાની ફરિયાદ

ચંદ્રશ પટેલની ઉમેદવારી પાછી ખેંચાવવા ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગયા હતા. આ સમયે કણબી પટેલ સમાજના ભાજપના કાર્યકરો તથા રહીશોએ ધારાસભ્યનો બરોબરનો ઉધડો લઇ નાખ્યો હતો. દેવેશ પટેલ તથા અન્ય કાર્યકરોએ ભાજપના ધારાસભ્યને સંભળાવી દીધું હતું કે, ઉમેદવારોની પસંદગી પક્ષના સિદ્ધાંત પ્રમાણે થઇ નથી. ચારે બેઠક સામાન્ય હોવા છતાં સગાવાદના આધારે ઉમેદવાર માથે ઠોકી દેવાયા છે.

મીન રાશિના જાતકોને આજે થઇ શકે છે આર્થિક લાભ, જાણો કેવુ રહેશે આપનું રાશિફળ

જોકે, વિધાનસભા અને લોકસભામાં આ કણબી સમાજ કઈ બોલ્યો નથી પણ સ્થાનિક સવાજના સમાયે કાર્યકરો કહે તેમને ટિકિટ આપવી જોઇએ. જેમને કોઈ ઓળખતું નથી અને આવા ઉમેદવારોને ઠોકી બેસાડો છો તેમને અમરે જીતાડીને મોકલવાના હોય. જોકે, ચારમાંથી બે ઉમેવારને કોઈ ઓળખતું નથી  ભાજપ માટે નિષ્ઠાથી કામ કરનાર કાર્યકરને ટિકિટ આપો. 36-36 વર્ષથી અમારે ફક્ત સ્ટેપ્લર મારી ઘરે સ્લીપ જ પહોંચાડવાની છે?

ભાજપના કાર્યકરો તથા કણબી પટેલ સમાજના લોકોના આક્રોશને શાંત પાડવા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ એકધારું બે કલાક રજૂઆતો કરી આક્રોશ ઠાલવ્યો હતો. આ આક્રોસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આજ રીતનો વિખવાદ દરેક વોર્ડમાં છે ત્યારે આવા કાર્યકરોના પસંદગીના ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે કે પછી હરવા તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે પણ હાલમાં ડેમેજ કંટ્રોલ કરવા જતા નેતાને કાર્યકરોએ આડા હાથે લીધા હતા.
Published by:Kaushal Pancholi
First published:February 16, 2021, 09:16 am

ટૉપ ન્યૂઝ