Home /News /south-gujarat /સુરત: 21 વર્ષની યુવતીએ સગીરાને ભગાડીને બાંધ્યા શારીરિક સંબંધ, કહ્યું, 'અમારે લગ્ન કરવા છે'

સુરત: 21 વર્ષની યુવતીએ સગીરાને ભગાડીને બાંધ્યા શારીરિક સંબંધ, કહ્યું, 'અમારે લગ્ન કરવા છે'

પ્રતીકાત્મક તસવીર

યુવતીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, સગીરા સાથે તેને પ્રેમ છે અને તેમણે શરીર સંબંધ પણ બાંધ્યા છે.

સુરતમાં (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટાભાગે આપણે યુવક યુવતીને લઇને કે યુવતી યુવકને લઇને ભાગી ગઇ. પરંતુ શહેરમાં એક 21 વર્ષની યુવતી 15 વર્ષની સગીરાને (lasbian couple) લઇને ભાગી ગઇ હતી. જે બાદ સગીરાનાં પરિવારે પોલીસ ફરિયાદ કરતા બંને પકડાયા છે. પોલીસે યુવતી વિરુદ્ધ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. પોલીસની માહિતી પ્રમાણે 15 વર્ષની સગીરા મૂળ નેપાળી છે અને 21 વર્ષની યુવતી મૂળ પશ્ચિમ બંગાળની છે. તેઓ પહેલા વાપીની એક હૉટલમાં કામ કરતા હતા ત્યાંથી પરિવાર સાથે લૉકડાઉન દરમિયાન સુરતમાં આવ્યાં હતા.

સગીરા 10 દિવસથી ગૂમ થઇ જતા પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અજાણ્યા આરોપી સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સગીરાનો ફોન ટ્રેસ કરીને તેને શોધી નાંખી હતી. તેના ફોન ડિટેઇલ્સ પર એક નંબરથી અવારનવાર ફોન આવતો હોવાનું જણાતા તેની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં આ નંબર યુવતીનો નીકળ્યો હતો. જે બાદ પોલીસે અમરોલી આવાસમાંથી બંનેને પકડી પાડ્યા હતાં.

ICMRની આ વાત અવગણવી તંત્રને ભારે પડી! અમદાવાદમાં એપ્રિલમાં કોરોના પોઝિટિવિટી રેટ સૌથી વધુ 16% થયો

યુવતીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, સગીરા સાથે તેને પ્રેમ છે અને તેમણે શરીર સંબંધ પણ બાંધ્યા છે. તે સગીરા સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધતા પોલીસે યુવતી સામે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની કલમ ઉમેરી છે.

CCTV Video: સુરતની આયુષ હૉસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગ બાદ મચી હતી અફરાતફરી
" isDesktop="true" id="1092027" >

નોંધનીય છે કે, બે મહિના પહેલા પણ સગીરા આ યુવતી સાથે કોલકત્તા ભાગી ગઇ હતી. જે બાદ પંદરેક દિવસ બાદ પાછી ફરી હતી. આ સગીરા ફરી ભાગી જતા પરિવારે પોલીસ ફરિયાદ કરી તો આખો મામલો સામે આવ્યો છે.
First published:

Tags: Couple, Lesbian, Love, ગુજરાત, સુરત