સુરતની સાચી હૉસ્પિટલે ફેફસામાંથી સિંગદાણો કાઢવાના ઓપરેશન વગર પડાવી લીધા લાખ રૂપિયા, પરિવારનો આક્ષેપ

સુરતની સાચી હૉસ્પિટલે ફેફસામાંથી સિંગદાણો કાઢવાના ઓપરેશન વગર પડાવી લીધા લાખ રૂપિયા, પરિવારનો આક્ષેપ
પરિવારે જેમતેમ કરીને પોતાના વ્હાલસોયા દીકરા માટે રુપિયાની વ્યવસ્થા કરી અને ઓપરેશન કરાવી લીધું

પરિવારે જેમતેમ કરીને પોતાના વ્હાલસોયા દીકરા માટે રુપિયાની વ્યવસ્થા કરી અને ઓપરેશન કરાવી લીધું

  • Share this:
સુરત : સામન્ય માણસને કોઇપણ શારીરિક તકલીફ થાય તો તે પહેલા જ ડૉક્ટરની પાસે દોડે છે, તેને વિશ્વાસ હોય છે કે, ડૉક્ટર મને સારો કરી શકે છે. ત્યારે સુરતમાં એક વ્યક્તિએ ત્રણ ડૉક્ટર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તેમના નાના દીકરાનું ડૉક્ટરોએ ઓરેશન કર્યા વગર જ તેમની પાસેથી સારવારના એક લાખ રૂપિયા પડાવી લીધા છે. બાળકના ફેફસામાં (lungs) સીંગનો (peanut) દાણો ફસાયેલો છે તે કાઢવાની સારવાર કરવા માટે એક ઓપરેશન કર્યું હતું પરંતુ આ ઓપરેશન બાદ પણ બાળકને પેટમાં દુખતા અન્ય હૉસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા જાણવા મળ્યું કે, સીંગદાણો જ્યાં હતો ત્યાં જ છે. જેથી પરિવારે આ અંગે અનેક જગ્યા રજૂઆત કરી હતી છતા પણ ક્યાંય પણ કાર્યવાહી કરવામાં આવી નથી રહી જેના કારણે હાલ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. .

સુરતના રવિ સતાસીયા કે જે મધ્યમ પરિવારમાંથી સુરતમાં ભાડાના મકાનમાં રહી ને કોરોના સમયમાં ધંધા વગર જીવન જીવી રહ્યા હતા તેવામાં તેમના બાળક ને દુખાઓ થતા મુજરા ફાયટર સ્ટેશન નજીક આવેલી સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ (Saachi Hospital) ખાતે બાળકને લઈ ગયા હતા. ત્યાંના ફરજ પરના તબીબ દ્રારા કહેવામાં આવ્યું કે, બાળકના ફેફસામાં શિંગનો દાણો ફસાઈ ગયો છે તેનું ઓપરેશન કરી ને કાઢવો પડશે. તેનો ખર્શ 70,000 હજાર થશે.હાય રે કળિયુગ! સુરતમાં પિતા 12 વર્ષની દીકરી સાથે કરતો શારીરિક છેડછાડ, માતાએ નોંધાવી ફરિયાદ

[caption id="attachment_1070970" align="alignnone" ] નક્ષનો ફાઇલ ફોટો[/caption]

પરિવારે જેમતેમ કરીને પોતાના વ્હાલસોયા દીકરા માટે રુપિયાની વ્યવસ્થા કરી અને ઓપરેશન કરાવી લીધું. જે બાદ રવિભાઈએ ત્રણ હોસ્પિટલના ત્રણ ડૉકડરો ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ઓપરેશન કર્યાનું કોણ પણ પ્રુફ હોસ્પિટલમાંથી આપવામાં આવ્યું નથી અને બીજા ત્રીસ હજાર પણ ડોક્ટરે કીધું એ મુજબ આપી દીધા. એટલે ટોટલ એક લાખ રૂપિયા આ બાળકના હૉસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે આપ્યા હતા.ઓપરેશન બાદ પણ બાળકને દુખાઓ સતત થયા કરતો હતો.

સાચી હૃસ્પિટલ


ત્યારે પરિવારે અમદાવાદની એપોલો હૉસ્પિટલમાં બાળકને લઈને ગયા ત્યારે ખબર પડી કે, શિંગનો દાણો ફસાયેલો જ છે. ત્યારે ત્યાં અમદવાદ એપોલો ખાતે ઓપરેશન કરાવ્યું અને ત્યાં તેમને ઓપરેશન કર્યાની સીડી આપી ત્યારે ખબર પડી સાચી હૉસ્પિટલમાં કઈક ખોટું થયું છે. ત્યારે હૉસ્પિટલમાં ગયા તો ત્યાં કોઈ યોગ્ય જવાબ નહિ મળતા પોલીસ ફરિયાદ કરી છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ પણ આગળ કંઈ કરતી નથી આટલા મહિનાઓ થતા પણ અમને ન્યાય મળતો નથી.

11 ફેબ્રુઆરીના પોતાની રાશિમાં ઉદિત થશે શનિ, જાણો કઇ રાશિ પર પડશે ભારે અને કોને કરશે મદદફરિયાદી રવિભાઇ બાબુભાઇ સતાસીયાએ ત્રણ ડૉક્ટરો સામે ફરિયાદ નોંધાવી છે. તેમમે ડૉ. નિલેશ ટાંક , સાચી હૉસ્પિટલના ડૉ. હિમાંશુ તડવી, ડૉ. વસંત ગજેરા સામે પણ ફરિયાદ નોંધાવી છે.
Published by:Kaushal Pancholi
First published:February 10, 2021, 14:53 pm

ટૉપ ન્યૂઝ