Home /News /south-gujarat /

સુરત: આવાસના જર્જરિત મકાનમાં છતનો પોપડો પડતા આઠ મહિનાની બાળકીનું મોત, પરિવારનો હોબાળો

સુરત: આવાસના જર્જરિત મકાનમાં છતનો પોપડો પડતા આઠ મહિનાની બાળકીનું મોત, પરિવારનો હોબાળો

બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારનો પરિવારજનોનો ઇનકાર, ફરિયાદ દાખલ કરવાની કરી રહ્યાં છે માંગ.

બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારનો પરિવારજનોનો ઇનકાર, ફરિયાદ દાખલ કરવાની કરી રહ્યાં છે માંગ.

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં સરસ્વતી આવાસમાં રવિવારે રાતે છતના પોપડા પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દૂર્ઘટનામાં સિયા પ્રદીપ ખાંડે નામની બાળકીનું મોત થયું છે. આ  અકસ્માત બાદ બાળકીનાં પરિવાર અને આવાસનાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે બાળકીની લાશ સ્વીકારવાની ના પાડી દીધી છે. આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગ કરી છે. બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી પરિવાર લાશ નહીં સ્વીકારે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

સરસ્વતી આવાસ જર્જરિત થયો છે એને રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માંગ કરી છે. ચોમાસાની ઋતુ શરુ થતા શહેરમાં જર્જરિત ઈમારતો પડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શહેરમાં જર્જરિત આવાસમાં સ્લેબનો પોપડો પડતા એક માસુમ બાળકીનો ભોગ લેવાયો છે.



પાંડેસરા ભેસ્તાન સ્થિત આવાસમાં પરિવાર સૂતો હતો તે જ સમયે સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘાયલ થયા હતા. જેમાં માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઈ હતી.

સુરત: મોબાઇલમાં વીડિયો બનાવતા બનાવતા 11 વર્ષની બાળકીને ફાંસો લાગી જતા થયું મોત



આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

અમદાવાદમાં અમિત શાહ : વૈષ્ણોવદેવી ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ, ટ્રાફિકની સમસ્યાથી લોકોને મળશે રાહત



આ અંગેની વિસ્તૃત માહિતી પ્રમાણે, રાત્રે ભોજન બાદ પરિવાર સૂઈ ગયો હતો. અચાનક ભેસ્તાન સરસ્વતી આવાસની એક બિલ્ડિંગના મકાનની છતના પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરાઈ હતી. સિયાના પિતા ટેમ્પો ચાલક હોવાનું અને માતા ગૃહિણી છે. આ પરિવાર મૂળ એમપીનો છે અને સુરત ખાતે રહે છે.

પોપડા પડતા હોવાની વારંવાર પાલિકાને જાણ કરાઈ છે છતાં કોઈ રિપેરીંગ કરતા નથી.  પાલિકાની બેજવાબદારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કરી રહી છે. દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી માસૂમનો મૃતદેહ અંતિમસંસ્કાર માટે નહીં સ્વીકારીએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અકસ્માત, ગુજરાત, ચોમાસુ, મોત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन