સુરતના (Surat) પાંડેસરાના વડોદ ગામની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. આ ગામની સોનાલી ઠાકોર નામની વિદ્યાર્થિનીનું ઝાડા ઉલટી (diarrhea vomiting) બાદ મોત નીપજ્યું છે. આ બાળકીને શુક્રવારની રાતે 8 કલાકે ઝાડા ઉલટી થયા હતા. જે બાદ પરિવાર તેને નજીકના ભુવા પાસે પીંછી મરાવવા લઇ ગયા હતા. પરંતુ ઘરે આવતાની સાથે વિદ્યાર્થિનીની તબિયત વધારે બગડી હતી. જેથી તેને નવી સિવિલ હૉસ્પિટલમાં લઇ જવાઇ હતી. ત્યાં સોનલને મૃત જાહેર કરવામાં આવી હતી.
પીએમ કરાવાશે
દીકરીના મરવાના સમાચાર સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. હાલ પરિવાર ભારે શોકમાં છે. મૃતક બાળકીના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાંડેસરાના વડોદ ગામમાં સોનલ ઠાકોર નામની વિદ્યાર્થિનીનું ઝાડાં ઉલટી થયા બાદ મોત નીપજ્યું છે. તેના પિતા કલરટેક્સમાં મજૂરી કામ કરે છે. આ બાળકી બે વર્ષથી તેના ફુવાના ઘરે રહેતી હતી. શુક્રવારે રાતે આઠ કલાકે અચાનક છોકરીને ઝાડા ઉલટી થયા હતા. ડે બાદ તેને તાત્કાલિક ઘરની નજીક આવેલા ભુવા પાસે લઇ જવામાં આવી હતી. જ્યાં પીંછી મરાવીને ઘરે પાછા લાવવામાં આવી હતી. જે બાદ સોનાલીની તબિયત વધારે બગડી ગઇ હતી. જેથી તેને 108ની મદદથી નવી સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટનામાં છોકરીનું મોત કયા કારણોથી થયું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. સાચું કારણ જાણવા માટે સોનાલીના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરવવામાં આવ્યો છે. આનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે, મોત કયા કારણોને લીધે થયું છે. હાલ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર