સુરત: રાતે માતાપિતા ધાબા પર દીકરીને પ્રેમી સાથે જોઇ જતા, યુવતીએ ડરીને મારી નીચે છલાંગ

સુરત: રાતે માતાપિતા ધાબા પર દીકરીને પ્રેમી સાથે જોઇ જતા, યુવતીએ ડરીને મારી નીચે છલાંગ
પ્રતીકાત્મક તસવીર

યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

 • Share this:
  સુરતમાં (Surat) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના બમરોલી વિસ્તારમાં શનિવારે મોડી રાતે એક યુવતી (Girl) ધાબા પર પોતાના પ્રેમી (lover) સાથે ઉભી હતી. પરંતુ અચાનક ત્યાં તેના માતા પિતા (parents) આવી જતા તેણે ત્રીજામાળેથી નીચે છલાંગ (jump from terrace) લગાવી દીધી હતી. જેના કારણે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવતીને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં (Surat Civil Hospital) લઇ જવામાં આવી હતી.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, શનિવારે બમરોલી વિસ્તારમાં 19 વર્ષની યુવતી રાતે ત્રીજામાળેથી નીચે પટકાઇ હતી. જેમાં પહેલા તો તેવી વાત સામે આવી હતી કે, આ યુવતીને કોઇએ નીચે ધક્કો માર્યો છે પરંતુ પછી પોલીસ તપાસમાં એક અલગ જ હકીકત સામે આવી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શનિવારે રાતે સાડા બાર વાગ્યાની આસપાસ આ યુવતી તેના પ્રેમી સાથે ત્રીજા માળે ધાબા પર ઉભી હતી. યુવતીના માતાપિતાએ આ બંનેને સાથે જોઇ લેતા તે ડરી ગઇ હતી. જે બાદ તે ત્યાંથી નીચે કૂદી પડી હતી. હાલ આ યુવતી સિવિલમાં સારવાર હેઠળ છે.  આ યુવતીને માથાના ભાગે અને ગુપ્ત ભાગમાં ઇજાઓ થઇ છે. યુવતીએ જેની સાથે ધાબા પર ઉભી હતી તેની સાથે તેને પ્રેમ હોવાની કબૂલાત કરી છે. હાલ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  યુવાન છઠ્ઠામાળેથી નીચે પટકાયો

  સૂરતમાં શનિવારે અન્ય એક યુવાન છઠ્ઠા માળેથી નીચે પટકાયો હતો. આ અંગે સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ બિહારના મુઝફ્રરપુર ના કાટીના વતની અને હાલમાં ઉન પાટિયા ખાતે મહેબુબ નગરમાં રહેતો 25 વર્ષીય મોહમ્મદ સદ્દામ હુસેન મોહમ્મદ અલી મૂદીન શેખ શનિવારે રાત્રે સારોલી ખાતે કુબેરજી વર્લ્ડમાં છઠ્ઠા માળે ફેબ્રીકેશનની કામ કરતો હતો.  તે સમયે પેસેજમાં પગ લપસી જતા આકસ્મિક રીતે નીચે પટકાતા ઇજા થઇ હતી. તેને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ અંગે પુણા પોલીસે તપાસ આદરી છે.
  Published by:Kaushal Pancholi
  First published:February 01, 2021, 11:18 am

  ટૉપ ન્યૂઝ