સુરત: કારખાનેદાર પાસેથી 15 દિવસમાં 34 લાખથી વધુનો માલ લઇને સાળા-બનેવીની જોડીએ કરી છેતરપિંડી

સુરત: કારખાનેદાર પાસેથી 15 દિવસમાં 34 લાખથી વધુનો માલ લઇને સાળા-બનેવીની જોડીએ કરી છેતરપિંડી
પ્રતિકાત્મક તસવીર

ઠગબાજ સાળા-બનેવીએ કારખાનેદારની જગ્યા ભાડેથી લઇને પ્રિન્ટનો ધંધો શરુ કરી માત્ર પંદર દિવસમાં ફોઈલ પેપર અને કેમિક્લસનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચુકવ્યુ ન હતું.

  • Share this:
સુરત : પાંડેસરા વડોદ કેનાલ રોડ હાઈટેક પાર્કમાં કશીષ મેટાલિક્સ કંપનીના માલિક સાથે રૂપિયા 34.40 લાખની છેતરપિંડી થઈ છે. ઠગબાજ સાળા-બનેવીએ કારખાનેદારની જગ્યા ભાડેથી લઇને પ્રિન્ટનો ધંધો શરુ કરી માત્ર પંદર દિવસમાં ફોઈલ પેપર અને કેમિક્લસનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચુકવ્યુ ન હતું.

સુરતના કોટ સફિલ મેઈન રોડ અપના બજાર ભાગળ ખાતે રહેતા મનીષભાઈ અરવિંદભાઈ જરીવાલા (ઉ,.વ ૪૨) ભેસ્તાન વડોદ, કેનાલ રોડ ખાતે હાઈટેક પાર્કમાં કશીષ મેટાલીક્સ પ્રા.લીના નામથી જરી તથા ફોઈલ પેપર બનાવાનું, ફોઈલ પ્રિન્ટ કરવાનું કામ તથા જોબવર્કનું કામ કરે છે. મનીષભાઈ પાસેથી સન 2016થી પાંડેસરા જીઆઈડીસીમાં મુરલીધર મિલની સામે લક્ષ્મી ક્રિએશનના નામે ફોઈલ પ્રિન્ટનું ખાતુ ધરાવતા મહેશ પ્રસાદ અને અર્જુન લાલજી પ્રસાદ તેમની પાસેથી ફોઈલ પેપર ખરીદતા હોવાથી તેમની સાથે સારો પરિચય હતો.પોરબંદરથી લગ્ન પતાવીને મુંબઇ જતી કાર લીંબડી-અમદાવાદ હાઇવે પર પલટી, એકનું મોત 1

આ દરમિયાન મહેશ પ્રસાદે 2017માં અમારા ફોઈલ પ્રિન્ટના ધંધામાં સારો પ્રોફીટ રહે છે, જો આપણે ભાગીદારીમાં ધંધો કરીએ તો સારો ફાયદો રહેશે તે રીતની વાત કરી ફોઈલ પ્નિન્ટનો ધંધો ભાગીદારીમાં કરવાની હા પાડતા ઉધના આદિત્ય ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતુ ભાડેથી રાખી લક્ષ્મી ક્રિએશનના નામે ફોઈલ પ્નિન્ટનો ધંધો શરુ કર્યો હતો અને ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં ધંધો કર્યો હતો. પરંતુ મનીષભાઈથી ધંધામાં પહોચી વળાતુ ન હોવાથી ખાતુ બંધ કરી દીધુ હતું.

સુપર્દ-એ-ખાક થયા અહેમદ પટેલ, રાહુલ ગાંધી સહિતના નેતાઓ દફનવિધિમાં રહ્યા હાજર

ત્યારબાદ કલ્પેશભાઇએ તેની કશીષ મેટાલિક્સ કંપનીમાં જગ્યા હોવાથી ત્યાં ફોઈલ પ્રિ­ન્ટનું ખાતુ શરુ કયું હતું. જેમાં મહેશ પ્રસાદ અને તેના બનેવી અર્જુન લાલજી પ્રસાદ માર્કેટમાંથી કામ લાવવા અને ઉઘરાણી કરવા માટે કામે રાખ્યા હતા. જે માટે તેમને મહિને પગાર ચૂકવતો હતો. ખાતામાં તમામ કારીગરો મહેશ પ્રસાદના હતા. કલ્પેશભાઈએ ખાતુ ત્રણ મહિના સુધી ચલાવ્યું હતું તે સમયગાળામાં મહેશ અને અર્જુન કોઈના કોઈ બહાને પગાર ઉપરાંત પૈસાની માંગણી કરતા હોવાથી માર્ચ ૨૦૧૮માં ખાતુ બંધ કરી નાંખ્યું હતું. તે વખતે ખાતામાં મહેશ, અર્જુન અને અંકીત નંદવાણાના માર્કેટમાંથી જોબવર્ક માટે લાવેલ માલ છાપ્યા વગર પડી રહ્યો હતો. દરમિયાન અર્જુનના ખાતામાં માર્કેટની ઘણી પાર્ટીઓનો માલ છાપ્યા વગર પડી રહ્યો છે.

તમારુ ખાતામાં અલગ પેઢીના નામે શરુ કરી બચેલો માલ છાપીને પાર્ટીઓને પહોચાતો કરી દેવાની વાત કરી હતી. જે માટે કાચો માલ ઉઘારમાં લઈ કામ પુરુ થયા પછી પેમેન્ટ ચૂકવી દેવાનું કહ્યું હતું. જેથી કલ્પેશભાઈએ હા પાડી હતી. અર્જુને મોહિત ક્રિએશનના નામે ફોઈલ પ્રિન્ટનો ધંધો શરુ કર્યો હતો. અલગઅલગ ડિલેવરી ચલણથી ગત તા ૨જી એપ્રિલ ૨૦૧૮થી ૧૪ એપ્રિલ ૨૦૧૮ના સમયગાળામાં કુલ રૂપિયા ૩૪,૪૦,૭૩૫નો ફોઈલ પેપર અને કેમિકલ્સનો માલ ઉધારમાં ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:November 26, 2020, 16:19 pm