સુુરતીઓ સાવધાન: બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી હલકી કક્ષાનું તેલ વેચનારની પોલીસે કરી ધરપકડ 


Updated: September 27, 2020, 3:12 PM IST
સુુરતીઓ સાવધાન: બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી હલકી કક્ષાનું તેલ વેચનારની પોલીસે કરી ધરપકડ 
પ્રતિકાત્મક તસવીર

હલકી કક્ષાના ખાદ્ય તેલના ડબ્બા પર બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકલ મારી ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મૂકવાનું કૌભાંડ સામે આવ્યું છે.

  • Share this:
હલકી કક્ષાના ખાદ્ય તેલના ડબ્બા પર બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકલ મારી ગ્રાહકોના સ્વાસ્થયને જોખમમાં મુકનાર વેપારી ભીખાના ગોદામ પર પોલીસે છાપો મારી ગુલાબ ઓઇલ સીંગ તેલના જુના 300 લેબલ, નવા 18 લેબલ, ગુલાબ કપાસિયા તેલના ડબ્બામાંથી ઉખાડેલા 9 લેબલ, ગુલાબ ઓઇલ લખેલા 12 નંગ ઢાંકણ, ડુપ્લીકેટ ઢાંકણ અને લેબલ લગાવવા માટેનું મશીન તથા સીંગતેલના એસેન્સની બોટલ મળી  આવતા આ વેપારી વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આમ તો દરેક વસ્તુઓનું ડુુપ્લિકેટ વેચાઇ રહ્યું છે પરંતુ લોકના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરવાનું સામે આવ્યું છે.  સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી તેલ વેચવાના કૌભાંડની જાણકારી મળતા પોલીસે દરોડા પાળ્યા હતા. સુરતની કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે, ગુલાબ કંપનીના નામે હલકી કક્ષાનું તેલ સુરતમાં વેચાઈ રહીયુ છે. જેને લઈને ગુલાબ ઓઇલ એન્ડ ફૂડ કંપનીએ પોલીસને સાથે રાખી સુરતના ધરમપુર રોડ પર આવેલી ભક્તિનગર સોસાયટીના એક મકાનમાં છાપો માર્યો હતો. જ્યાં ભીખા ઉર્ફે રવિ કિશન કાનાણી પોતાના ઘરમાં ગુલાબ તેલના સ્ટીકર હલકી કક્ષાના તેલના ડબ્બા પર લગાવી અને તેલમાં સુગંધ માટે એસેંસ નાંખી નકલી તેલ બનાવી વેચતો હતો.

આ પણ વાંચો - રાજકોટ : બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરો આસપાસનાં મકાનમાં કરતા હતા ચોરી, થઇ ધરપકડ

જોકે, પોલીસે છપોં માર્યો  હતો. ત્યારે આ ઈસામનાઘરેથી પોલીસને નકલી ગુલાબ ઓઇલના સ્ટીકર નંગ 300 અને 18 લેબલ સાથે ગુલાબ કપાસિયા તેલ લખેલા 9 સ્ટીકર ગુલાબ ઓઇલ લખેલા 12 નંગ,  ઢાંકણ, ડુપ્લીકેટ ઢાંકણ અને લેબલ  લગાવવા માટેનું મશીન તથા સીંગતેલના એસેન્સની બોટલ મળી આવતા પોલીસે આ તમામની અટકાયત કરી હતી.

આ પણ જુઓ - 
આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ લોકોની ધરપકડ કરીને આ કૌભાંડ ક્યારથી કરતા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો - વલસાડના ધારાસભ્યના ઘર નજીક દીપડાનાં આંટાફેરા, શહેરીજનોમાં ફફડાટ
Published by: Kaushal Pancholi
First published: September 27, 2020, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading