Home /News /south-gujarat /

સુરતીઓ સાવધાન : KYC અપડેટના બહાને ભેજાબાજે લાખો રૂપિયાની કરી છેતરપિંડી

સુરતીઓ સાવધાન : KYC અપડેટના બહાને ભેજાબાજે લાખો રૂપિયાની કરી છેતરપિંડી

પ્રતિકાત્મક તસવીર

ગત તા. 1 ઓગસ્ટના રોજ તેઓને એક કોલ આવ્યો હતો.

સુરતમાં દિવસેને દિવસે લોકોને ઠગીને તેમની પાસેથી રૂપિયા પડાવવાના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. શહેરનાં મોટા વરાછાના એમ્બ્રોડરી કારખાનેદાર સાથે KYC અપડેટના બહાને ભેજાબાજે 1.95 લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાની ઘટના સામે આવી છે. કારખાનેદાર પર બે અલગ-અલગ નંબર પરથી કોલ કર્યા હતા.  લીંક મોકલી ડેબિટ કાર્ડનો નંબર મેળવી ઠગાઇ આચરી હતી. બનાવ સંદર્ભે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોટા વરાછાના એમ્બ્રોડરી કારખાનેદારના બેંક ખાતામાં કેવાયસી અપડેટ કરવાના બહાને ભેજાબાજે લાખોની ઠગાઈ આચરી હતી. બેંકની લીંક મોકલાવી તેમાં ડેબિટ કાર્ડનો સીઆરએન નંબર એન્ટર કરાવી બેંક ખાતું હેક કરી રૂા. 1.95 લાખની મત્તા ઉપાડી  લીધી હતી. મોટા વરાછાની શ્રીનીધી રેસીડન્સીમાં બી 501માં રહેતા એમ્બ્રોડરી કારખાનેદાર કલ્પેશ મનજી સુતરીયા પોતે એમ્બ્રોડરીનું કારખાનું ચલાવે છે, કોટક મહિન્દ્રામાં બેંક ખાતું ધરાવે છે. ગત તા. 1 ઓગસ્ટના રોજ તેઓને એક કોલ આવ્યો હતો.

જેમાં ભેજાબાજોએ  કોટક મહિન્દ્રા બેંકનું તમારૂ ખાતું 24 કલાકમાં બંધ થઇ જશે અને ખાતુ ચાલુ રાખવું હોય તો કેવાયસી અપડેટ કરવું પડશે તેમજ જણાવી ભેજાબાજોએ કારખાનેદારને એક લીંક મોકલી હતી. આ લીંક ઓપન કરવાનું કહી બેંકના ડેબિટ કાર્ડ પર લખેલ સીઆરએન નંબર એન્ટર કરાવ્યો હતો. કલ્પેશે લીંકમાં ડેબિટ કાર્ડનો સીઆરએન નંબર એન્ટર કરતાની ગણતરીની મિનીટોમાં જ પ્રથમ રૂ 1.50 લાખ ત્યાર બાદ રૂ. 5000ની રકમ 4 વખત અને રૂ. 25 હજાર મળી કુલ રૂ 1.95 લાખની મત્તા ઉપાડી લીધી હતી.

આ પણ વાંચો - સુરત : વ્યજખોરોના ત્રાસથી ગેરેજ માલિકના આપઘાત મામલે બે લોકોની ધરપકડ

કેવાયસી અપડેટના બહાને કોલ કરી ભેજાબાજે રૂ 1.95 લાખ ઉપાડી લેતા કલ્પેશે તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાની સાથે અમરોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીની તપાસ અંતર્ગત પોલીસે ઉપરોકત બે મોબાઇલ ફોન નંબર ધારક વિરૂધ્ધ વિશ્વાસઘાત અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ જુઓ - 

અમદાવાદમાં પણ આવો ડ કિસ્સો સામે આવ્યો છે. મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતાં રીટાબહેન રાય એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. દરમિયાન કોઇ અજાણી વ્યક્તિએ બહારથી આવીને તેમની મદદ કરવાના બહાને તેમનું કાર્ડ લઈ પાસવર્ડ જાણી લીધો હતો. જે બાદ પેલા ગઠિયાએ મહિલાના એટીએમ કાર્ડ સાથે અન્ય કાર્ડ બદલી નાખ્યુ હતું. થોડા સમય બાદ રીટાબહેનના એકાઉન્ટમાંથી 40 હજાર રૂપિયા ઉપાડ્યાનો મેસેજ આવ્યો હતો. આની જાણ થતા રીટાબહેને પોલીસમાં આ અંગેની ફરિયાદ કરી છે.

આ પણ વાંચો - નવાઝની પત્નીએ તેનાં વિરુદ્ધ લગાવ્યો રેપ અને છેતરપીંડીનો આરોપ, ફરિયાદ દાખલ
Published by:Kaushal Pancholi
First published:

Tags: CYBER CRIME, Fraud, Kyc, Surat police, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन