પાલીકાની ચૂંટણી પ્રચારમાં સુરતી મહિલાઓએ ઉમેદવારને લીધા આડે હાથે, વાયદાઓ લખાવ્યાં કાગળ ઉપર

પાલીકાની ચૂંટણી પ્રચારમાં સુરતી મહિલાઓએ ઉમેદવારને લીધા આડે હાથે, વાયદાઓ લખાવ્યાં કાગળ ઉપર
આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થતા અનેક ચર્ચાઓ ઉભી થવા પામી છે.  

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થતા અનેક ચર્ચાઓ ઉભી થવા પામી છે.  

  • Share this:
સુરતમાં (Surat) મહાનગર પાલીકાની ચુંટણીને (by local Election) લઈ જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે. જો કે આ પ્રચારમાં ભાજપના ઉમેદવારોનો (BJP Candidate) વિરોધ કરાયાનું સામે આવ્યું છે. ઉધના વોર્ડ નં.25માં પ્રચાર કરતા ભાજપના ઉમેદવારને જાહેરમાં મહિલાઓએ આડા હાથે લીધા હતા. અને છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં નહીં થયેલા કામો અંગે રોષ ઠાલવ્યો હતો. જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થતા અનેક ચર્ચાઓ ઉભી થવા પામી છે.

સુરત શહેરના વોર્ડ નંબર 25માં પ્રચાર કરતા ભાજપના ઉમેદવારોને જાહેરમાં મહિલાઓએ આડા હાથે લીધા હોવાના વીડિયો સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં નહીં થયેલા કામો અંગે રોષ ઠાલવી તમામ કામગીરીના વચનો લેખિતમાં માગતા પ્રચારક નેતાઓ પણ ચોંકી ગયા છે. ઉધના વિસ્તારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રચાર સભામાં મહિલાઓએ ભાજપના નેતાઓ અને ઉમેદવારોને કહ્યું કે, બ્લોક, ડ્રેનેજ અને રસ્તાઓના કામ હજી થયા નથી. પ્રચારમાં મહિલાઓની ફરિયાદને નેતાઓએ તાત્કાલિક કાગળ પર લખી માહોલ શાંત પાડવાનો પ્રયાસ કરતા હોવાનું પણ આ વીડિયોમાં નજરે આવી રહ્યું છે.મનપાના દરેક ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા કરાઇ નક્કી, ચા માટે 12-સાદી થાળી માટે 70 રૂપિયા નક્કી

ધારાસભ્ય રાઉન્ડ પર આવે છે પણ કોઈ કામ કરતા નથી એવું કહેતા તમામ આશ્ચર્યમાં પડી ગયા હતા. પ્રચાર સભામાં મહિલાઓનો રોષ જોયા બાદ નેતાઓએ કહેવું પડ્યું હતું કે, તમને ફરિયાદ કરવાનો હક છે, અમે તમારી ફરિયાદ કાગળ પર લખીને પ્રદેશ અધ્યક્ષ સુધી લઈ જઇશું, ચોક્કસ ન્યાય મળશે. ત્યારે મહિલાઓએ કહ્યું કે, તમે તો ભાષણ આપી ચાલી જશો અને 5 વર્ષ બાદ જ મોઢું બતાવશો, તમામ સમસ્યાઓનો નિકાલ લાવો, અમારો મત તમને જ આપતા આવ્યા છે અને આપતા રહીશું. પણ અમારા કામ ભૂલતા નહીં.

મૌની અમાસ પર કરો આ આ પાંચ કામ, ધનની ક્યારેય નહીં રહે ખોટ અને દુઃખમાંથી મળશે મુક્તિઉલ્લેખનીય છે કે, ગત રોજ શહેરના લીંબાયત વિસ્તારમાં પોસ્ટર વોર શરુ થયું હતું. જેમાં ભાજપ સિવાય કોઈ પાર્ટીએ અંદર આવવું નહિના બેનર લાગ્યા હતા. તો ઉધના વિસ્તારમાં ભાજપનાં ઉમેદવારોનો વિરોધ કરાયો હતો. ભાજપ હાય હાયના નારા લગાડ્યા હતા
Published by:Kaushal Pancholi
First published:February 11, 2021, 15:27 pm

ટૉપ ન્યૂઝ