સુરત : MD ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આદિલના સંપર્કમાં હતા 40થી વધુ નબીરા, 20ની થઈ પૂછપરછ

સુરત : MD ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આદિલના સંપર્કમાં હતા 40થી વધુ નબીરા, 20ની થઈ પૂછપરછ
આદિલની ફાઇલ તસવીર

બૉલિવૂડના ડ્રગ્સ કેસને ટક્કર મારે એવો હાઇપ્રોફાઇલ કેસ બનતો સુરતનો MD કાંડ, જાણો આદિલની તપાસમાં શું વિગતો બહાર આવી

  • Share this:
સુરત : એક તરફ દેશમાં સુશાંત સિંઘ રાજપૂતની (SSR Death Case) હત્યાના કેસમાં ડ્રગ્સનું  (Drugs)કનેક્શન ખુલ્યા બાદ ચોમેર હાહાકાર મચ્યો છે ત્યારે ડ્રગ્સના પડધાં ગુજરાતમાં પણ પડ્યા છે.  ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ઼ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં સુરતનો (Surat MD Drugs Case) કેસ સૌથી વધુ હાઇપ્રોફાઇલ બની ગયો છે. ઉદ્યોગપતિ સલીમ નુરાનીના કુંવર આદિલની (Adil Drugs Case) આ કેસમાં સંડોવણી બહાર આવ્યા બાદ જ પોલીસે તમામ એંગલથી તપાસ કરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સુરતના 40થી વધુ નબીરા તેના સંપર્કમાં હતા. આ પૈકીના 20ની તો પૂછપરછ પણ શરૂ થઈ છે. જોકે, આ કેસમાં વટાણા વેરાઈ ન જાય તે માટે પોલીસ તમામ કામગીરી ગુપ્ત રાહે કરી રહી છે અને અંતિમ કડી સુધી પહોંચાવનો પ્રયાસ કરી રહી છે. જોકે, આદિલના સંપર્કમાં હોય એવા લોકો સ્વાભાવિક રીતે મોટો માથા જ હોવાનું અનુમાન છે.

શહેરના  ડુમસ રોડથી સલમાન ઝવેરી પાસેથી એક કરોડનું એમડી ડ્રગ્સ મળ્યાં બાદ ઉદ્યોગપતિ સલીમ નુરાનીના પુત્ર આદિલ પણ પકડાયો હતો. આદિલ સાથે 40થી વધુ નબીરાઓના સંપર્કમાં હોવાથી ક્રાઇમબ્રાંચે તમામની વારાફરતી પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધીમાં ક્રાઇમબ્રાંચે 20થી વધુની પૂછપરછ કરી હતી. વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂછપરછમાં કોઈની પણ ગુનાહિત પ્રવૃતિ કે તેની પાસેથી ડ્રગ્સ મળ્યું હોય એવુ કશું સામે આવ્યું નથી.  આદિલના મુંબઈમાં કનેક્શન હોવાની આશંકા છે.આ પણ વાંચો :  સુરત : હનીમૂન માટે ગયેલો પતિ બોલ્યો, 'મારે તો સાધુ થવું હતું, માતાની ઇચ્છાના લીધે લગ્ન કર્યા'

મુંબઈ-દમણ તેમજ સુરતમાં ડુમસ નજીક ફાર્મ-હાઉસ, વેસુમાં ફલેટ અને ડુમસની એક હોટેલમાં ડ્રગ્સની પાર્ટીઓ શનિ-રવિની રજામાં બંધ રૂમમાં કરતા હોવાની વાત છે. આ બાબતે ક્રાઇમબ્રાંચ ઉંડાણપૂર્વક તપાસ કરાવે તો ડુમસની એક હોટેલ અને મોટા ઉઘોગપતિના ફાર્મ હાઉસનું નામ બહાર આવી શકે છે.

આદિલે તેના મિત્રો સાથે એક ગ્રુપ પણ બનાવ્યું છે. વેસુમાં રહેતા વેપારી શૈલેષ અને હિતેષ ઉપરાંત સુમિત, સિટીલાઇટનો મીનાલ, કપિલ અને વેસુમાં ફલેટમાં પાર્ટીનું આયોજન કરતી મહિલાની ક્રાઇમબ્રાંચે પૂછપરછ કરી છે. આ તમામ આદિલના નજીકના મિત્રો હોય એવુ પણ કહેવાય છે.

આ પણ વાંચો :  સુરત : જીમ ટ્રેનર મેજલ ડિપ્રેશનમાં હતો, આત્મહત્યા કરી હોવાની PM રિપોર્ટમાં પુષ્ટી, સેમ્પલની FSL તપાસ થશે


મિનાલ પાર્ટીઓમાં ડ્રગ્સની વાતો કરી યુવકોને ડ્રગ્સના ચરસી બનાવે છે. આદિલે મોબાઇલ મુંબઈમાં દરિયામાં ફેંકી દીધો હોવાથી તેને મુંબઈ લઈ જવામાં આવશે, મોબાઇલ ન મળી શકે તો પુરાવો નાશની કલમ ઉમેરાશે.આજે રવિવારે આદિલના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાશે. અગાઉ રિમાન્ડ દરમિયાન એપીપી સૌરભ ચૌહાણની દલીલો હતી કે જે ડાયરી મળી છે તેમાં અનેક નામો છે, બચાવ પક્ષે રમીઝ મસ્તાનની દલીલ હતી કે આરોપીને ફસાવાયો છે.

આ પણ વાંચો :   સુરત : વરાછાના BJP કોર્પોરેટ ભરત મોનાનો દુશ્મન કોણ? ઑફિસની રેકી કરનાર યુવકો CCTVમાં કેદ

આદિલની લાઇફસ્ટાઇલ

સુરતની જાણીતી હોટલનાં માલિકનો દીકરો આદિલ બોલિવૂડ સ્ટાર જેવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેનો ડુમ્મસમાં પણ એક ફ્લેટ રાખેલો છે જ્યાં તે વીક એન્ડમાં પાર્ટીઓ પણ કરે છે. ચર્ચાઓ પ્રમાણે આદિલ અનેક છોકરીઓ સાથે પણ સંબંધ ધરાવે છે. આદિલ સુરતનાં ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલ તથા પેટ્રોલ પમ્પનાં માલિકનો પુત્ર છે. આદિલ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું.
Published by:Jay Mishra
First published:October 04, 2020, 10:53 am

ટૉપ ન્યૂઝ