સુરત ડ્રગ્સ રેકેટમાં જાણીતી હોટલના માલિકનો વોન્ટેડ દીકરો ઝડપાયો, જીવે છે સ્ટાર જેવી લાઇફ


Updated: October 1, 2020, 3:07 PM IST
સુરત ડ્રગ્સ રેકેટમાં જાણીતી હોટલના માલિકનો વોન્ટેડ દીકરો ઝડપાયો, જીવે છે સ્ટાર જેવી લાઇફ
આદિલની ફાઇલ તસવીર

આદિલ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું.

  • Share this:
સુરત : શહેરમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી ઝડપાયા છે. જ્યારે આદિલ નામના એક યુવક વોન્ટેડ જાહેર કરાયો હતો, તેની પણ મોડી રાત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આદિલ સુરતનાં ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલ તથા પેટ્રોલ પમ્પનાં માલિકનો પુત્ર છે. આદિલ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી 1.31 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં આદિલ પહેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સંકેતને એમ.ડી.ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સંકેત કડોદરામાં એમ.ડી.ડ્રગ્સ બનાવતો હતો ત્યાં છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નુરાનીને ( રહે.કરીમાબાદ સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત ) કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આદિલ કંસાર હોટલના માલિકનો પુત્ર છે.

કંસાર હોટલ


કડોદરામાં જુના આરટીઓ પાસે કંસાર નામની હોટલ ઘણી જ જાણીતી છે. આ ઉપરાંત આદિલનાં પરિવારનું કતારગામ-કડોદરા ખાતે પેટ્રોલ પમ્પ પણ છે. કરોડોમાં રમનારા આદિલનું ઘણું મોટું મિત્ર વર્તુળ છે એટલે ક્રાઇમ બ્રાંચ હવે તેની સાથે અન્ય કેટલા લોકો આ ધંધામાં સપડાયેલા છે તેની તપાસ કરશે.

આદિલની ફાઇલ તસવીર


આદિલની લાઇફસ્ટાઇલસુરતની જાણીતી હોટલનાં માલિકનો દીકરો આદિલ બોલિવૂડ સ્ટાર જેવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેનો ડુમ્મસમાં પણ એક ફ્લેટ રાખેલો છે જ્યાં તે વીક એન્ડમાં પાર્ટીઓ પણ કરે છે. ચર્ચાઓ પ્રમાણે આદિલ અનેક છોકરીઓ સાથે પણ સંબંધ ધરાવે છે.

આ પણ જુઓ - આ પણ વાંચો -  રાજકોટમાં સપ્ટેમ્બરમાં કોરોનાથી મરનારની સંખ્યા કેટલી? તંત્રનાં અને સ્મશાનગૃહોનાં આંકડામાં મસમોટો ફેર

કઇ રીતે ઝડપાયું રેકેટ?

મહત્વનું છે કે, અઠવાડીયા પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કિલોગ્રામથી વધુ એમ.ડી.ડ્રગ્સના જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મેગા ઓપરેશન દરમિયાન ડુમસ રોડ કુવાડા ટી પોઈન્ટથી ભીમપોર તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી મરૂન કલરની કાર ( નં.જીજે-05-આરજે-2656 ) માંથી મોહમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી ( રહે. એ/203, આશીયાના કોમ્પલેક્ષ, અડાજણ પાટીયા, ન્યુ રાંદેર રોડ, સુરત ) પાસેથી રૂ.1,01,18,2000ની કિંમતનું 1 કિલો 11.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ સાથે રૂ.38 હજારની કિંમતના 5 મોબાઈલ ફોન, રોકડા રૂ.12,710, બે ડીજીટલ વજન કાંટા અને રૂ.2.50 લાખની કિંમતની કાર સહિત કુલ રૂ.1,04,19,410 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Published by: Kaushal Pancholi
First published: October 1, 2020, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading