Home /News /south-gujarat /

સુરતમાં ક્રૂરતાની હદ વટાવી, બે લોકોએ શ્વાનને બાઇક પાછળ બાંધી ઢસડ્યો, એકની ધરપકડ

સુરતમાં ક્રૂરતાની હદ વટાવી, બે લોકોએ શ્વાનને બાઇક પાછળ બાંધી ઢસડ્યો, એકની ધરપકડ

પોલીસે આ મામલે આઠવા ઝોનમાં  ફરજ બજાવતા બેલદાર હિતેશ પ્રવિણ પટેલની સામે કાર્યવાહી કરી છે. જયારે તેનો મિત્ર હજુ ફરાર છે.

પોલીસે આ મામલે આઠવા ઝોનમાં  ફરજ બજાવતા બેલદાર હિતેશ પ્રવિણ પટેલની સામે કાર્યવાહી કરી છે. જયારે તેનો મિત્ર હજુ ફરાર છે.

સુરતના (Surat) વેસુ વિસ્તારમાં શ્વાનને (Dog tied after bike) બાઇક પાછળ દોરડાથી બાંધીને ઢસડવામાં આવતો હોવાનો વીડિયો થોડા દિવસથી ઘણો જ વાયરલ (viral video) થયો હતો. આવું અમાનવીય વર્તન કૂતરા સાથે કરાતા તેનું મોત (dog died) થયું છે. વાયરલ વીડિયો બાદ આ પ્રાણી પ્રેમીએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આ બંનેવ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે. જયારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ ભગવાન મહાવીર કૉલેજ પાસેના રોડ પર એક આવા અમાનવીય દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં બાઇક પર સવાર બે યુવકો દોરડા વડે એક શ્વાનને બાંધીને ઢસડી રહ્યા હતા. શ્વાન જીવતો હોવાથી રસ્તેથી પસાર થતાં અન્ય લોકો પણ ચોંકી ગયા હતા. બંને યુવકો શ્વાનના ગળામાં દોરડુ બાંધીને તેને ઢસડ્યો હતો. આ દરમિયાન રસ્તેથી પસાર થતા અન્ય લોકોએ દરમિયાનગીરી કરી હતી અને બંને યુવકોને અટકાવ્યા હતા.

કર્ક રાશિ માટે આજનો દિવસ જીવનમાં વસંત જેવો છે, જાણો શું કહે છે આપનું રાશિફળ

બેલદાર હિતેશ પ્રવિણ પટેલ સામે કાર્યવાહી

જે બાદ અબોલ પ્રાણીની સેવાનું કામ કરતા સામાજિક સંસ્થાના સેક્રેટરી સલોની રાઠીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે બે જણા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે આઠવા ઝોનમાં  ફરજ બજાવતા બેલદાર હિતેશ પ્રવિણ પટેલની સામે કાર્યવાહી કરી છે. જયારે તેનો મિત્ર હજુ ફરાર છે. બાઇક પાલિકાના કર્મચારીની હતી અને તેનો મિત્ર બાઇક ચલાવતો હતો.

ગાંધીનગરનાં બે સંતાનના પિતાએ મહિલા તરીકેની ઓળખ આપી વલસાડની યુવતીને મેસેન્જરમાં મોકલ્યા તેના જ ન્યૂડ ફોટા

આ દરમિયાન જ શ્વાનનું થયું મોત

વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ બંને યુવકોને આવું ન કરવા માટે સમજાવ્યા હતા. જોકે, અન્ય લોકો દરમિયાનગીરી કરે ત્યાં સુધીમાં તો શ્વાનનું પ્રાણ પંખેરી ઉડી ગયું હતું. બંને યુવકની બાઇક પાછળ આવી રહેલા એક યુવકે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વહેતો કરી દીધો હતો.



વીડિયોમાં જોઈ શકાય છે તે રીતે બંને યુવકો જે બાઇક પાછળ શ્વાનને ઢસડી રહ્યા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ 05 MA 7359 નંબર છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Dog, ગુજરાત, વાયરલ વીડિયો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन