સુરત ઃ DGVCLની કચેરી બહાર તેમનો જ સ્ટાફ બેઠો છે ધરણા પર, જાણો કારણ 


Updated: October 22, 2020, 2:27 PM IST
સુરત ઃ DGVCLની કચેરી બહાર તેમનો જ સ્ટાફ બેઠો છે ધરણા પર, જાણો કારણ 
કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પહેલેથી રજા પણ લઇ લેવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થયા હતા. 

કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પહેલેથી રજા પણ લઇ લેવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થયા હતા. 

  • Share this:
સુરતના કાપોદ્રા ખાતે ડિજીવીસીએલ કચેરી બહાર અખિલ ભારતીય વિદ્યુત કામદાર સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈને પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા જેમાં કર્મચારીઓ સાથે થતા અન્યાય સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો . કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પહેલેથી રજા પણ લઇ લેવામાં આવી હતી. જેથી મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થયા હતા.

સુરત ડિજીવીસીએલના કર્મચારીઓ સાથે અન્યાય સામે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના નેજા હેઠળ એક દિવસના પ્રતીક ઉપવાસ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્નોની માંગણી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંતોષવામાં ન આવતા વિરોધ નોંધાવ્યો હતો. સામે વિરોધી પેનલ દ્વારા વારંવારની રજુઆત ને જોહુકમી ચલાવીને દબાવી દેવામાં આવતા અંતે પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા. કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે મળતા આર્થિક લાભો અને નોકરી સમયે મળતી સુવિધાઓને લઈને અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી.જોકે માત્ર બાંહેધરી આપીને કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં ન આવતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અમે નારેબાજી કરી તાત્કાલિક પડતર પ્રશ્નોનો નિકાલ કરવા રજુઆત કરી હતી અને આગામી દિવસોમાં માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. સાથે સત્તાનો દૂર ઉપયોગ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.સરકારી કર્મચારી હોવા છતાં તેમના મળતા હકોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને અનેકવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન કરતા આખરે અખિલ ભારતીય વિદ્યુત સંઘ દ્વારા પ્રતીક ઉપવાસ થકી વિરોધ નોંધાવ્યો હતો. અખીલ ભારતીય વિદ્યુત કામદાર સંધના સેક્ર્ટરી જર્નલ આર જી પટેલ અને મહામંત્રી ચીરાગ શાહે જણાવ્યું હતું કે, કામરેજ બ્રાન્ચ બંધ થયા બાદ, પ્રમોશન  ટ્રાન્સફર સહિત મુદ્દે પણ અમારી સાથે અન્યાય થયો છે. જેથી ના છૂટકે અમારે અમારી કામગીરીની જગ્યાએજ ધરણા કરી વિરોધ કરવાનો વારો આવી ગયો છે. જે દુખની વાત છે.
Published by: Kaushal Pancholi
First published: October 22, 2020, 2:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading