સુરતમાં ગુનેગારો થયા બેફામ, એક જ દિવસમાં થઇ ચાર લોકોની કરપીણ હત્યા


Updated: September 15, 2020, 11:19 AM IST
સુરતમાં ગુનેગારો થયા બેફામ, એક જ દિવસમાં  થઇ ચાર લોકોની કરપીણ હત્યા
પ્રતિકાત્મક તસવીર

ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ હતી.

  • Share this:
સુરતમાં સતત હત્યાની ઘટના વધી રહી છે ત્યારે બે દિવસ અને કાલના દિવસમાં વધુ એક હત્યા સાથે ચાર હત્યા પોલીસ ચેપોળે નોંધાઇ છે. સુરતના સરોલી રોડ પર રૂપિયાની લેતી દેતીમાં એક યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા આ યુવાનું મોત થયું હતું. જોકે ઘટનાના પગલે પોલીસ દોડતી થઇ હતી.

સુરત આમ તો ઔદ્યોગિક નગરી તરીકે ઓળખ્યા છે પણ સતત બની રહેતા ગુનાને કારણે આ શહેર હવે ક્રાઇમ સીટી બની રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. કારણ  કે, અહિંયા હત્યાની ઘટના વધતી જોવા મળી રહી છે. બે દિવસમા શહેરમાં ચાર જેટલી હત્યાની ઘટના અને તેમાં પણ એક જ દિવસમાં પાંડેસરા, લિંબાયત અને મોડી રાત્રે પુના વિસ્તરમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

મોડી રાત્રે સુરતની પુણા પોલીસની હદમાં આવેલા સારોલી ગામ નજીકની  ન્યુ સારોલી નગરીમાં રહેતો હિતેશ ગણેશસિંગ રાજપુત ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. જોકે હિતેશનો મિત્ર  આકાશસિંગ, રંજનસિંગ ઠાકુર ગતરોજ રૂપિયાની લેતેદેતીમાં હિતેશ શ્યામ રેસિડન્સીમાં હતા. તે સમયે પોતાના સાગરિતો સાથે જઈને હિતેશ પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, રૂપિયા આપવાની ના પડતા આકાશે તેના મિત્રો સાથે હિતેશને લાકડાના ફટકા વડે માર મારવાનું શરૂ કર્યુ હતું. જેને કારણે હિતેશને માથામાં ગાંભીર ઇજા થઇ હતી અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. જેને લઈને આકાશ અને તેના સગરીતો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

આ પણ વાંચો - નવસારીમાં પતિ, પત્નીએ સાથે મળી કરી પ્રેમીની હત્યા, ક્રાઇમની સિરિયલ જોઇને બનાવ્યો ગજબનો પ્લાન

જોકે ઘટનાની જાણકારી સ્થનિક લોકોએ પોલીસને આપતા પોલીસ પણ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પોહંચી હતી. જોકે હિતેશને સારવાર માટે ખસેડતા પહેલા તેનું કરુણ મોત થયું હતું.

આ પણ જુઓ - જોકે, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો. જોકે, પોલીસે બનાવવાળી જગ્યા પર પોંહચીને યુવાનનું મોત  થતા હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીને પકડી પાડવા માટે નજીકના સીસીટીવી મેળવીને અલગ અલગ ટિમ બનાવી આરોપી પકડી પાડવાની કવાયત શરૂ કરી હતી. આમ ચાર જેટલી હત્યાના પગલે પોલીસ તો દોડતી થઇ છે.

આ પણ વાંચો - પાટીલ સાથે સૌરાષ્ટ્ર પ્રવાસમાં હાજર રહેલા યુવા નેતા રાદડિયાનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
Published by: Kaushal Pancholi
First published: September 15, 2020, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading