સુરત: પતિએ પોતાના ઘરમાં જ કરી નાંખી પત્નીની હત્યા, પછી દીકરીને આઇસ્ક્રીમ ખવડાવવા પણ લઇ ગયો

સુરત: પતિએ પોતાના ઘરમાં જ કરી નાંખી પત્નીની હત્યા, પછી દીકરીને આઇસ્ક્રીમ ખવડાવવા પણ લઇ ગયો
દેવેન્દ્ર હરનામ પ્રજાપતિ સમોચા અને કચોરી બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં લારી ઉપર વેચવા જતો હતો.

દેવેન્દ્ર હરનામ પ્રજાપતિ સમોચા અને કચોરી બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં લારી ઉપર વેચવા જતો હતો.

  • Share this:
સુરત : શહેરમાં (Surat) વધુ એક મહિલાની હત્યાની (Murder) ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી 29 વર્ષીય પરિણીતાનું તેનાજ  ઘરમાં ગળુ દબાવી હત્યા  (woman murder at her home) કરવામાં આવી હતી. જોકે આ હત્યા મામલામાં પહેલાથી મહિલાનો પતિ પોલીસના શકના ઘેરામાં હતો. ત્યારે પોલીસે પૂછ્પરછ કરતા પતિએ કબૂલાત કરી છે કે, હત્યાના એક દિવસ પહેલા થયેલા ઝગડાને કારણે પત્નીની હત્યા (wife murder) કરી દીધી હતી. જે બાદ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.

એક તરફ શહેરમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આ માહોલ વચ્ચે પણ સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અઠવા વિસ્તારમાં પરિણીતાનું ગળું દબાવી હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. સુરતના  રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં મગનભાઈ દુર્લભભાઈ પટેલના મકાનમાં રહેતા દેવેન્દ્ર હરનામ પ્રજાપતિ સમોચા અને કચોરી બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં લારી ઉપર વેચતો હતા. તેમના પરિવારમાં પત્ની મનુબેન, બે વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રી છે.દેવેન્દ્ર બે દિવસ પહેલા  બપોરે એક વાગ્યે તેની ચાર વર્ષની પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ ગયો હતો અને દોઢ બે વાગ્યે પરત ધરે આવ્યો. ત્યારે તેની પત્ની મનુબેનનુ ગળુ દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. દેવેન્દ્રએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા અઠવા પોલીસનો કાફળો સ્થળ પર દોડી ગયો હતો અને મનુબેનની લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પોલીસે આ માલાલે હત્યાનો ગુનો દાખલ કરી પતિ દેવેન્દ્રને શંકાના દાયરમાં લઈ તેની ઉલટ પૂછપરછ હાથ ધરી હતી.

કૉંગ્રેસના સિનિયર નેતા પ્રેમિકાને ટિકિટ અપાવવામાં રહ્યા સફળ, Valentine પહેલા જ આપી દીધી ગિફ્ટ

જેમાં મહિલાના પતિએ પોલીસને જાણકારી આપી હતી કે, વર્ષ 2015માં લગ્ન થયા હતા. જોકે લગનના બે વર્ષ બાદ પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝગડા શરુ થયા હતા. અગાઉ દંપતી વચ્ચે વતનમાં ઝઘડો પણ થયો હતો. જેમાં મૃતક મહિલાએ યુપીના માધવપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પછી બન્ને વચ્ચે સમાધાન થયું હતું.

રાજકોટ: જામીન ન મળતાં અને પથરીના દુખાવાથી કંટાળીને કેદી મહિલાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ

મહિલાના પિતા મહિલાને એક મહિના પહેલા જાન્યુઆરીમાં સુરત પતિના ઘરે મૂકી ગયા હતા. પતિએ નિવેદનમાં એવુ રટણ કર્યુ કે, અમારો કોઈ દિવસ ઝઘડો થયો નથી.

મૃતકના પિતા આવ્યા પછી હત્યારા પતિનો પાપનો ઘડો ફુટી ગયો હતો.  હત્યાના એક દિવસ પહેલા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. તેવી કબૂલાતના પગલે પોલીસે આ મામલે આરોપી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:February 07, 2021, 14:35 pm

ટૉપ ન્યૂઝ