સુરત : જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુનાં ઘા ઝીંકીને કરી મિત્રની ઘાતકી હત્યા

સુરત : જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુનાં ઘા ઝીંકીને કરી મિત્રની ઘાતકી હત્યા
પ્રતિકાત્મક તસવીર

જોકે, કોરોના કર્ફ્યુ વચ્ચે સતત બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

  • Share this:
સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં જુના ઝગડાની અદાવતમાં બે મિત્રોએ અન્ય એક મિત્રને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખતી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, કોરોના કર્ફ્યુ વચ્ચે સતત બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ફરી એક વાર કોરોના મહામારી વચ્ચે ચાલતા કર્ફ્યુ વચ્ચે બીજા દિવસે પણ હત્યાની ઘટના અમે આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, સુરતના પુણા ગામ ખાતે આવેલા  ભૈયાનગરમાં જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી પોતાના મિત્રની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. જોકે,  દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુને અગાઉ કિશન શંકર કનોજીયા અને જયેશ શંકર કનોજીયા સાથે કોઈ વાતે તકરાર થઇ હતી.અમદાવાદ : વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટરની થઇ ધરપકડ, એલોપેથી ક્લિનિક ચલાવીને કરતો હતો છેતરપિંડી

જેની અદાવત રાખી આ બંનેએ દેવેન્દ્ર ઝાવરે પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. કિશન અને જયેશ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્ર ઝાવરેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.

બિઝનેસમેનનો પરિવાર કોરોનાની ઝપટમાં, આઘાતથી માતા ગુમાવતા 11 હજાર માસ્ક આપવાનું અભિયાન શરૂ કર્યું

જોકે, હત્યાની ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને  પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કિશન અને જયેશની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.અત્રે નોંધનીય છે કે, ઇજાગ્રસ્ત હાલતમાં જ્યારે દેવેન્દ્ર ઝાવરેને જ્યારે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે તેની પાસેથી પણ ચપ્પુ મળી આવ્યું હતું. કિશન અને જયેશે દેવેન્દ્રને કઇ જૂની અદાવતમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી તે હાલ જાણી શકાયું નથી.
Published by:Kaushal Pancholi
First published:December 01, 2020, 10:48 am

टॉप स्टोरीज