સુરતમાં માથાભારે ફાઇનાન્સરની જાહેરમાં હત્યા, અંગત અદાવત કે પ્રેમિકા સાથેનો અવૈધ સંબંધ જવાબદાર?

સુરતમાં માથાભારે ફાઇનાન્સરની જાહેરમાં હત્યા, અંગત અદાવત કે પ્રેમિકા સાથેનો અવૈધ સંબંધ જવાબદાર?
મૃતકની ફાઇલ તસવીર

માથાભારે યુવાનની છાપ ધરાવતો અને ફાઇનાન્સના  વેપાર સાથે જોડાયેલ રાકેશ મારુ રાંદેરમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા જતો હતો.

  • Share this:
સુરતના (Surat) રાંદેર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના ગેટ પાસે માથાભારે અને ફાઇનાન્સનો વેપાર કરતા રાકેશ મારુ નામના યુવાનની બાઈક પર આવેલા બે ઈસમોએ જાહેરમાં ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી ઘાતકી હત્યા (murder) કરી ફરાર થઇ ગયા હતા. રાંદેરમાં રહેતી પ્રેમિકાને (lover) મળવા આવતા વખતે તેની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક દોડી આવીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે

સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે દિવાળી પહેલા રાંદેર વિસ્તારમાં રહેતો અને માથાભારે યુવાનની છાપ ધરાવતો અને ફાઇનાન્સના  વેપાર સાથે જોડાયેલ રાકેશ મારુ રાંદેરમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા જતો હતો. તે સમયે રાંદેરની ખાનગી શાળા નજીક બાઈક પર આવેલા બે ઈસમો રાકેશ મારુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 20 યુવાનો કોણ? જાણો તેમના નામ

જોકે પોતાની ગાડીમાં આવતા યુવાન પર હુમલો કરી ઉપરા છાપરી ઘા માર્યા હતા. જેથી રાકેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. આ યુવાન મોતના સમાચારને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ યુવાનો થોડા દિવસ પહેલા કેટલાક લોકો સાથે ઝગડો થયો હતો. તેની અદાવતમાં અથવા તો પ્રેમિકાના સાથેના અવેૈધ સંબંધને કારણે હત્યા થયાની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ ઘટનાની જાણકરી મળતા પોલીસ પણ તાતકાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરરી કરી છે.
Published by:Kaushal Pancholi
First published:November 12, 2020, 08:05 am

ટૉપ ન્યૂઝ