Home /News /south-gujarat /

સુરત: પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, પતિએ પોતાની એક વર્ષની દીકરીને બીજા માળેથી નીચે ફેંકી દીધી

સુરત: પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, પતિએ પોતાની એક વર્ષની દીકરીને બીજા માળેથી નીચે ફેંકી દીધી

બાળકીની તસવીર

પત્ની સગીર હતી ત્યારે આ યુવક સાથે ભાગી જેઇને શિરડી ખાતે લગ્ન કાર્યા હતા

સુરતમાં મગજ હચમચાવી નાંખે તેવી પિતાની ક્રૃરતા સામે આવી છે. પતિ પત્ની વચ્ચે કામકાજને કારણે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરે સૂવડાવીને પિયર જતી રહી હતી. જેથી આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી ફેંકી દીધી હતી. બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામમાં આવી હતી. જોકે, પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ દંપતીનાં પ્રેમ લગ્ન થયા હતા

મળતી માહિતી પ્રમાણે, સાલબતપુરા વિસ્તારમાં આવેલા મન દરવાજાની વસાહત ખાતે રહેતી સુષ્માને ઘર નજીક રહેતા ભાવિન નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. પોતે સગીર હતી ત્યારે આ યુવક સાથે ભાગી જેઇને શિરડી ખાતે લગ્ન કાર્યા હતા. જોકે પહેલા તો લગન જીવન ખૂબ સારૂ ચાલતું હતું. થોડા સમય બાદ સુષ્માને ભાવિને બહુ ત્રાસ આપ્યો હતો.તે ઘણી વખત સુષ્મા પર ખોટી શંકા કરતો હતો. આ દંપતીને પિત્રી ઉપરાંત એક દીકરો પણ છે. લોકડાઉન બાદ ભાવિન બેકાર બન્યો હતો અને દરોજ સુષ્માને માર મારી ત્રાસ આપતો હતો.

પતિ સાથે ઝઘડીને પત્ની પિયર જતી રહી

ગતરોજ પણ બેકાર ભાવિને સુષ્માએ કામ કરવાનું કહેતા પત્ની સાથે ઝગડો કરી તેને માર મારવા લાગ્યો હતો. જેથી સુષ્માએ તેની વર્ષની બાળકીને સુવડાવી પોતાના પિયર જવા નીકળી હતી. જોકે આ વાતનો ગુસ્સો આવત ભાવિને બાળકીને પોતાના મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેને લઈને બાળકીને ગંભીર ઇજા થવા પામી હતી. જોકે જોકે બાળકીને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.  જ્યાં તબીબોનાં જણાવ્યાં પ્રમાણે, બાળકીને માથામાં ડાબી બાજુ ગંભીર ઇજા થઈ છે. તેથી જમણી બાજુનું અડધુ અંગ ઓછું કામ કરે છે. આ સાથે માથામાં હેમરેજ પણ થયું છે.

આ પણ જુઓ - 



જોકે માતા સુષ્માએ બાળકીના પિતા વિરુદ્ધ બાળકીની હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાવતા પોલીસે આ મામાએ ગુનો નોંધી આરોપી પકડી પાડવાના ચક્રો ગતિમાન કાર્યા છે.

આ પણ વાંચો -  પોલીસ ફરિયાદ કરીશ તો, ફોટા પર બીભત્સ લખાણ લખી 200 વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની શિક્ષિકાને આપી ધમકી
Published by:Kaushal Pancholi
First published:

Tags: Baby girl, ગુજરાત, ગુનો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन