સુરત: રૂમ પાર્ટનરની હત્યા કરીને ભાગેલા મિત્રની 21 વર્ષે ધરપકડ, પત્ની-બાળકો ભૂતકાળ જાણીને ચોંકી ગયા

સુરત: રૂમ પાર્ટનરની હત્યા કરીને ભાગેલા મિત્રની 21 વર્ષે ધરપકડ, પત્ની-બાળકો ભૂતકાળ જાણીને ચોંકી ગયા
વતન  યુ.પી. ભાગી જઈ ત્યાં થોડા દિવસો રોકાઈ બાદમાં સુરત આવી કડોદરામાં સ્થાયી થયો હતો.  જે બાદ યુવાને સંસાર પણ માંડયો હતો.

વતન  યુ.પી. ભાગી જઈ ત્યાં થોડા દિવસો રોકાઈ બાદમાં સુરત આવી કડોદરામાં સ્થાયી થયો હતો.  જે બાદ યુવાને સંસાર પણ માંડયો હતો.

  • Share this:
સુરતના ઉધના વિસ્તરમાં રહેતા 18 વર્ષના યુવાને રૂમ પાર્ટનર સાથે ઘરખર્ચ અને રૂપિયા મામલે તેની ચપ્પુ વડે હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જોકે,  આરોપી હત્યા બાદ વતન  યુ.પી. ભાગી જઈ ત્યાં થોડા દિવસો રોકાઈ બાદમાં સુરત આવી કડોદરામાં સ્થાયી થયો હતો.  જે બાદ યુવાને સંસાર પણ માંડયો હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી ત્યારે પત્ની અને બાળકો તેનો ભૂતકાળ જાણી ચોંકી ઉઠયા હતા.

આવેશમાં આવી કરી હત્યાસુરત અનેક ગુનાના આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યારે આવા ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવાની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાંચ છેલ્લા લાંબા સમયથી કરી રહી છે. ત્યારે પોલીસને માહિતી મળી હતી કે, સુરતના ઉધના વિસ્તરમાં 1999 ના સાલમાં ઉધના ખત્રીનગર ઝૂપડપટ્ટીમાં મિત્ર રામનરેશ મજહરાજદીન વર્મા સાથે રહેતો હતો અને તેની સાથે ડાઈંગ મિલમાં નોકરી કરતો હતો.  મુનેશ્વર ઉર્ફે મનીષ રામજીયાવન વર્મા સાથે રહેતા હોવાની ઘરખર્ચ બંનેવ લોકો ઉપાડતા હતા. એકજ રૂમમાં રહેવા સાથે રૂમમાં રહેવા અને જમવાનો ખર્ચ થતો તેના અંતે બે ભાગ કરતા હતા. કેટલાક સમયથી રામ  નરેશ રૂપિયા આપવામાં આળાઈ કરતો હતો.

સંઘપ્રદેશની નર્સિંગ કોલેજોનું મસમોટું કૌભાંડ: કાગળ પર કોલેજો બનાવી મેળવી રહ્યા છે કરોડોની સ્કોલરશીપ

જેને લઈને આવેશમાં આવેલા મુનેશ્વર એક દિવસ  શાકભાજી સમારવાના ચપ્પુ વડે રામનરેશને ગળાના ભાગે, છાતીના ભાગે અને પેટના ભાગે ઘા ઝીંક્યા હતા. પેટમાં ઘા ઝીંકતા રામનરેશના આંતરડા પણ બહાર આવી ગયા હતા. રામનરેશની હત્યા કરી તે લાશ ઉપર ગોદડી ઓઢાળી ફરાર થઈ ગયો હતો.

'બા તમે દોઢથી 16 વર્ષનો કર્યો, હવે હું સફળ આદમી બનીને બતાવીશ,' અમદાવાદનો સગીર ગુમ

10 વર્ષ પહેલા કડોદરામાં સ્થાયી થયો હતો

જોકે, પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી શોધખોળ શરૂ કરી હતી પણ પોલીસને સફળતા મળી ન હતી. કારણ કે, આરોપી ફરાર થઇ ગયો હતો પણ આ હત્યાનો આરોપી સુરતના ડિંડોલી વિસ્તારમાં આવાનો છે તેવી જાણકારી મળતા સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ઈસમની આ ઘટના બન્યાના 21 વર્ષ પછી ધરપકડ કરી હતી. જોકે, પકડાયેલા આરોપીએ પોલીસને જાણકારી આપી હતી કે,  મુનેશ્વરે મિત્રની ઘાતકી હત્યા કરી પહેલા કડોદરા ગયો હતો અને ત્યાંથી યુ.પી. જઈ 15-20 દિવસ રોકાઈ ફરી કડોદરા આવ્યો હતો. થોડા દિવસો સુધી કડોદરા અને યુ.પી. વચ્ચે અવરજવર કરી બાદમાં 10 વર્ષ અગાઉ તે કડોદરામાં સ્થાયી થયો હતો. કડોદરામાં પણ ડાઈંગ મિલમાં નોકરી કરતા મુનેશ્વરે પોતાનો ભૂતકાળ છુપાવી સંસાર પણ માંડયો હતો.આરોપીને એક પુત્ર અને પુત્રી છે

હાલ આ આરોપીને 10 વર્ષના પુત્ર અને 7 વર્ષની પુત્રીનો પિતા છે. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરતા તેનો પરિવાર પણ એક સમયે ચોંકી ઉઠ્યો હતો. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 20, 2021, 09:26 am

ટૉપ ન્યૂઝ