સુરતવાસીઓ હવે ગાડી ચલાવતા પણ પહેરજો માસ્ક, નહીં તો ઘરે આવી જશે ઇ-મેમો

સુરતવાસીઓ હવે ગાડી ચલાવતા પણ પહેરજો માસ્ક, નહીં તો ઘરે આવી જશે ઇ-મેમો
પ્રતિકાત્મક તસવીર

માત્ર સુરતમાં જ 6 મહિનામાં માસ્ક નહિ પહેરનારા 18.60 લાખ લોકો પાસેથી  અધધ 7 કરોડનો દંડ વસૂલાયો છે.

  • Share this:
સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને હાલ જ્યાં સુધી વેક્સીન નહી આવે ત્યાં સુધી માસ્ક જ કોરોના સામે રક્ષણ મેળવવા માટે એક માત્ર આધાર રૂપ છે પરંતુ શહેરમાં ઘણા લોકો એવા છે કે જે માસ્ક પહેરવા મામલે બેદરકારી દાખવી રહ્યા છે. જેની સામે પોલીસ અને પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના આંકડા સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો 6 મહિનામાં માસ્ક નહિ પહેરનારા 18.60 લાખ લોકો પાસેથી  અધધ 7 કરોડનો દંડ વસૂલાયો છે. પરંતુ હવે જો તમે માસ્ક પહેર્યા વગર ગાડી ચલાવશો તે એક હજાર રૂપિયાનો ઈ- મેમો ઘરે પહોંચી જશે. પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેમેરામાં ફોટા પાડીને ઈ મેમો ઘરે મોકલી કડક કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે જેને લઇને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને શહેરીજનો ને અલગ-અલગ તરકીબો અપનાવી માસ્ક પહેરવું સોશિયલ ડીસ્ટન્સ જાળવવું તેમજ કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવા માટે અપીલ કરાઈ રહી છે પરંતુ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે કે જે આ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે જેનો ભોગ સમગ્ર શહેરીજનો બની રહ્યા છે અને શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.વડોદરામાં આર્કિટેક કંપનીના ઓથા હેઠળ ચાલતુ ઓનલાઇન સેક્સ કોલ સેન્ટર ઝડપાયું

શહેરમાં માસ્ક નહીં કરનારા લોકો સામે પોલીસ અને પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે સુરતીલાલાઓએ 6 મહિનામાં 7 કરોડનો દંડ ભર્યો હતો.કોરોનાકાળમાં ગંભીર બેદરકારી : નવસારીની CBSC શાળામાં ધો.12નાં વિદ્યાર્થીઓને બોલાવાયાછ મહિનામાં માસ્ક નહિ પહેરનારા 18.60 લાખ લોકો પાસેથી 7 કરોડ દંડ વસૂલવામાં આવ્યો છે  પાલિકાએ 17 લાખ લોકો પાસેથી 84 લાખ રૂપિયા જ્યારે પોલીસે 1.60 લાખ લોકો પાસેથી 6 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો છે. પરંતુ હવે જો ગાડી ચલાવી રહ્યા હોવ અને માસ્ક નહીં પહેર્યું હશે તો ઈ-મેમો ઘરે આવશે.વાહન ચલાવતી વખતે પણ લોકો માસ્ક પહેરી રાખે તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં માસ્ક પહેર્યા વગર કોઈપણ વ્યક્તિ વાહન ચલાવશે અથવા તો માસ્ક ગળા પર પહેર્યું હશે તો કેમેરામાં તેઓના ફોટો પાડીને ઈ-મેમો ઘરે મોકલવામાં આવશે. શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં લગાવેલા કેમેરામાં માસ્ક નહી પહેરનારા લોકોને કેદ કરી 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માસ્ક પહેરનારા 500થી 700 લોકોને દંડ કરતી હતી પરંતુ હવે તેનાથી ડબલ લોકોને દંડ કરી રહી છે.

સોમવારની વાત કરવામાં આવે તો, સોમવારે માસ્ક નહીં પહેરનારા 1400 લોકોને દંડ કર્યો હતો. જ્યારે સુરત પોલીસે 700થી વધુ લોકો પાસે દંડ વસૂલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હજી પણ કેટલાક લોકો માસ્ક વગર ફરતા નજરે ચડે છે તો કેટલાક લોકો માસ્ક સરખી રીતે પહેરતા નથી માસ્ક અને ગળા પર લટકાવી રાખે છે અથવા તો ના પર સરખી રીતે પહેરતા નથી જેના કારણે સંક્રમણની ભીતિ વધી જાય છે.
Published by:Kaushal Pancholi
First published:November 24, 2020, 12:50 pm

ટૉપ ન્યૂઝ