Home /News /south-gujarat /સુરત: લિવ ઇનમાં રહેતા યુવાને ગર્લફ્રેન્ડને કહ્યું, 'તું જેની સાથે વાત કરે છે એને બોલાવ' કહીને પેટમાં માર્યું ચપ્પુ

સુરત: લિવ ઇનમાં રહેતા યુવાને ગર્લફ્રેન્ડને કહ્યું, 'તું જેની સાથે વાત કરે છે એને બોલાવ' કહીને પેટમાં માર્યું ચપ્પુ

પ્રતીકાત્મક તસવીર

યુવક સાથે આંખ મળી જતા પરિવાર વિરુદ્ધ જઈને છેલ્લા બે વર્ષથી આ યુવાન સાથે લિવ ઈન રિલેશનસિપમાં રહેતી હતી

સુરત: શહેરનાં લીંબાયત વિસ્તારમાં યુવતી યુવક સાથે લીવઇનમાં રહેતી હતી. ત્યારે યુવકને યુવતીનાં ચારિત્ર્ય પર શક જતા તેણે રાતે બે વાગે યુવતી સાથે ઝઘડો કર્યો  હતો. બોલાચાલી બાદ યુવકે આવેશમાં આવી જઇ યુવતીને માર માર્યો હતો અને અચાનક યુવતીનાં પેટમાં ચપ્પું ભોંકીને તે ફરાર થઇ ગયો હતો. જોકે, આસપાસનાં લોકોએ યુવતીને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડી દીધી હતી. જે બાદ યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવક વિરુદ્ધ  ગુનો દાખલ કરીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમમાં પરિવારને છોડીને અલગ રહેનાર યુવક અને યુવતીઓ માટે આ ચેતવણી સમાન કિસ્સો છે.

સુરતના લીંબાયત વિસ્તારમાં ચોર્યાસી ડેરી નજીક રહેતી યુવતી લેસ પટ્ટીનું કામ કરતી હતી. તેને અનિલ રાઠોડ  નામના યુવક સાથે આંખ મળી જતા પરિવાર વિરુદ્ધ જઈને છેલ્લા બે વર્ષથી આ યુવાન સાથે લિવ ઈન રિલેશનસિપમાં રહેતી હતી. જોકે, પહેલા તો બંનેવ ખૂબજ પ્રેમથી રહેતા હતા પણ થોડા સમયથી પ્રેમી અનિલ યુવતીના ચારિત્ર્ય પર શંકા અને કુશંકા કરતો હતો.

બનાસકાંઠા: ચૂંટણી પહેલા સભ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઑફર, ઓડિયો ક્લિપ વાયરલ

રીલેશનશિપનાં છ મહિનાથી તો પ્રેમી યુવતી સાથે મારજૂડ કરતો હતો. જોકે ગત રાત્રે પ્રેમી અનિલે યુવતીને રાત્રે બે વાગે ઉંધમાંથી ઉઠાડીને  કહ્યું કે, તારો ફોન બતાવ મારે જોવો છે, તું કોની સાથે મોબાઇલ પર વાત કરે છે,  તેને અહીં બોલાવ, નહીં તો હું તને જાનથી મારી નાખીશ. ઘરના બીજા સભ્યોની ઊંઘ ખરાબ ન થાય તે માટે યુવતી  ઘરની બહાર આવી ગઈ હતી. ત્યાં પણ અનિલ જોરથી બૂમો પાડીને અપશબ્દો બોલતો હતો. જોકે, યુવતીએ પ્રેમી યુવાન અનિલને અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેને લઈને બંનેવ વચ્ચે પહેલા ઝગડો થયો હતો અને ત્યાર બાદ પ્રેમી યુવાને યુવતીને માર મારવા લાગ્યો હતો.


ગુજરાતમાં ચાર દિવસ રહેશે વરસાદી માહોલ, વીકએન્ડમાં ફરવા જવાનું વિચારતા હોવ તો પહેલા જોઇ લો ક્યાં ક્યાં છે આગાહી

માર મારતાં મારતાં યુવાન એટલો આક્રોશમાં આવી ગયો હતો કે, તેને પ્રેમિકા યુવતી પર ચપ્પુ વડે હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજા પોહંચાડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, ઇજાગ્રસ્ત યુવતીને પાડોસી લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
" isDesktop="true" id="1108577" >



ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને આ યુવતીની ફરિયાદના આધારે પ્રેમી યુવાન અનિલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Couple, Live in relationship, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો