ગુજરાતમાં રેમડેસિવીરની અછત વચ્ચે પણ સુરતમાં સી.આર. પાટીલે કરી 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા 

ગુજરાતમાં રેમડેસિવીરની અછત વચ્ચે પણ સુરતમાં સી.આર. પાટીલે કરી 5000 ઇન્જેક્શનની વ્યવસ્થા 
સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મહામારીના આ સમય દરમિયાન આ ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે, ત્યારે સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મહામારીના આ સમય દરમિયાન આ ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે, ત્યારે સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી

  • Share this:
ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (C R Patil) શુક્રવારે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓ કે જેઓ સુરત શહેર અને જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે અને તેઓને કોરોના સામે રક્ષણ આપતાં રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂરિયાત છે. તેઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5000 ઇન્જેક્શનોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેનું વિતરણ આજે કરવામાં આવી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપરથી 10:30 વાગ્યાથી દર્દીને વ્યક્તિદીઠ એક remdesivir ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. ડોક્ટરના પ્રિસ્કીપશન સાથે લાવવાનું રહેશે . ફક્ત ૯/૪/૨૧ તથા ૧૦/૪/૨૧ના રોજ ડોક્ટરના પ્રિસ્કીપશન માન્ય રહેશે. કુપન આપી જથ્થા પ્રમાણે ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે.Video: લોકો ક્યારે સમજશે? મમતા સોનીના ઠુમકા પર નાચી રહ્યાં હતા લોકો, માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરાસીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મહામારીના આ સમય દરમિયાન આ ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે, ત્યારે સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેઓ ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે.ભારતીય જનતા પક્ષ અને પક્ષનો કાર્યકર ક્યારેય પણ સત્તાના માધ્યમથી સેવા કરવાનો અવસર ચૂકતો નથી અને તે માટે જ આવા કપરા સમયમાં ભાજપા અને તેના તમામ કાર્યકર્તાઓ ખડે પગે ઊભા રહી દર્દીઓની સારસંભાળ તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અને અંદરના દર્દી તરીકે સારવાર લઈ રહેલા પરિજનોને મફત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવાની સેવામાં કાર્યરત છે.
Published by:Kaushal Pancholi
First published:April 10, 2021, 12:42 pm

ટૉપ ન્યૂઝ