સુરત : ક્યાંક આર્થિક ભીંસ તો ક્યાંક પારિવારિક ઝઘડાથી કંટાળીને ત્રણ લોકોએ કર્યો આપઘાત


Updated: October 21, 2020, 10:02 AM IST
સુરત : ક્યાંક આર્થિક ભીંસ તો ક્યાંક પારિવારિક ઝઘડાથી કંટાળીને ત્રણ લોકોએ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

આ તમામ ઘટનામાં કોરોના મહામારી મુખ્ય જવાબદાર છે. 

  • Share this:
કોરોના મહામારી બાદ સુરતમાં સતત આપઘાતની ઘટના સમયે આવી રહી છે. ક્યાંક આર્થિક ભીંસને કારણે તો ક્યાંક પારિવારિક ઝગડાને કારણે તો ક્યાંક બીમારીને કારણે આપઘાતની 3 ઘટના સામે આવી છે. જોકે આ તમામ ઘટનામાં કોરોના મહામારી જવાબદાર છે.

કોરોના મહામારી વચ્ચે લોકો એટલી હદે બેકાર બન્યા છે કે, અપઘાત તેમના માટે માત્ર વિકલ્પ બની રહ્યો છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં 3 જેટલા લોકોએ આપઘાત કરી લીધો છે. જેમાં પહેલા બનાવમાં સુરતના પુણા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વરાછામાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવતા હરેશ વલ્લભ આસોદરીયા ભાડાના મકાનમાં કારખાનું ચાલવતા હતા. જોકે, કોરોના મહામારી વચ્ચે તેમનું કારખાનું ચાલતું નહિ હોવા સાથે સતત ભાડુ ચઢી રહ્યું હતું. જેને કારણે છેલ્લા કેટલાક સમયથી તે માનસિક તાણમાં રહેતા હતા. જોકે   ધંધાકીય હાલત મુશ્કેલ બનતા આર્થિક સંકડામણના કારણે પોતાના કારખાનામાં ગઈકાલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેઓ મોડે સુધી ઘરે નહિ આવતા પરિવાર કારખાને પોંહચતા હરેશભાઇ ગળે ફાસો ખાઈને આપઘાત કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે, પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

જયારે બીજા બનાવમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતા અને મૂળ ઓરિસાના વતની એવા  જીતેન્દ્ર નાયક લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું આર્થિક ભારણ પોષણ કરતા હતા. લૉકડાઉન વચ્ચે તેમની પાસે કામધંધો નહિ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી બેકાર હતા. પત્ની પણ સતત વતન જવા માટે પતિ સાથે ઝગડો કરતી હતી. જોકે, આવક અને રૂપિયાની તકલીફ હોવાને લઇને પતિ દ્વારા પત્નીને દિવાળી બાદ વતન જવા માટે કહ્યુ હતું. તે બાબતે પતિ પત્ની વચ્ચે મોટો ઝગડો થયો હતો. જોકે, આ વાતનું લાગી આવતા પત્ની દ્વારા પોતાના મકાનમાં ગળે ફાસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે પતિ આવી જતા પત્નીને ઉતારી તાતકાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો. જ્યાં સારવાર બાદ ગતરોજ પરિણીતાનું કરુણ મોત થયું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 32 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો, સૌથી વધુ રાણાવવામાં 2.76 ઇંચ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નવું નજરાણું, જોવા મળશે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી

જયારે ત્રીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના અને હાલ વેડરોડના મરાઠે સ્કૂલની સામે આવેલી લક્ષ્મણનગર સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ વાસુદેવભાઈ બારાપાત્રે ઘણા સમયથી માનસિક બીમાર હતા. કોરોનાના કારણે લઈને એક તો કામધંધો બરાબર ચાલતો ન હતો. જોકે પોતાની બીમારીનો ખર્ચ પણ નીકળતો નહિ હોવાને કારણે સતત માનસિક તાણ અનુભવતા હતા અને પોતે પરિવાર પર બોજ બની ગયા હતા એવું વિચારતા હતા. જેને લઈને ગતરોજ સવારે પરિવારને હું મરી જઈશ એમ કહીને રૂમનો દરવાજો બંધ કરી લીધો હતો. પરિવારે રૂમનો દરવાજો ખોલવાનું કહેતા ઘનશ્યામે દરવાજો ખોલ્યો ન હતો.આખરે પરિવાર દ્વારા દરવાજો તોડતા પોતે છતના એંગલ સાથે શર્ટ બાંધીને ફાંસો ખાઈ લટકેલી હાલતમાં મળ્યા હતા. જોકે આ ઘટના મામલે પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસને જણકારી આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 21, 2020, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading